Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

દ્વારકામાં વિપ્ર પ્રૌઢને બ્લેકમેઇલીંગ કરી પૈસાની પઠાણી માગણી કરતા પત્રકાર સહિત બે શખ્સો વિરૂધ્ધ ગુનો

રાજકોટ તા. ૧૦ :.. દ્વારકામાં ઇન્કમટેક્ષ ઓફીસની પાસે રહેતાં ભાગવત પ્રસાદ જેન્તીલાલ પાઢ (ઉ.પ૦) નામના વિપ્ર પ્રૌઢે દ્વારકાના પત્રકાર હર્ષિત ઝાખરીયા અને બેટના ઇબ્રાહીમ ઉર્ફે ગફારબાપુ ઇલ્યાસ કુરેશીના નામ આપતાં પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ આઇપીસી ૩૮૪, ૩૯૩, પ૦૧, પ૦૬ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે. પ્રૌઢે ફરીયાદમાં જણાવ્યું છે કે, હું યજમાન વૃતિ કરૃં છું અને પરિવાર સાથે દ્વારકામાં ઇન્કમટેક્ષ ઓફીસ પાસે રહું છું, બેટ ખાતે રહેતાં વિજયભાઇ ચતુરદાસ કાપડીની એક એકર જમીન આવેલી છે.

જે વિજયભાઇ સાથે અંગત સબંધથી તેની દેખરેખ હું કરું છું. આજથી આઠેક મહિના પહેલા બેટ ગામમાં રહેતાં ઇબ્રાહીમ ઇલ્યાસ કુરેશીના માણસોએ ઓખા પોલીસમાં એક મારા વિરૂધ્ધ લેખીત અરજી કરી હતી જેમાં ઉપરોકત જમીન મેં ખોટી રીતે કાગળો ઉભા કરી કબજો રાખેલ છે. તેમ જણાવયું હતું.

આ અરજી સંદર્ભે દેવભૂમિ દ્વારકા ટાઇમ્સના માલીક હર્ષીત ઝાખરીયાએ અખબારોમાં વિગતો છાપી હતી. આથી મેં હર્ષિતભાઇ ઝારખીયાનો સંપર્ક કર્યો હતો.  અને ફોનમાં વાતચીત કરી હતી એ પછી મને દ્વારકા પ્રાંત કચેરીમાં મળીશું તેમ જણાવતાં અમે દ્વારકા પ્રાંત કચેરીમાં મળ્યાં હતા ત્યારે હર્ષિત ઝાખરીયાએ સમાચારો છાપ્યા હતા એ બાબતે આઘુ પાછું કાંઇક કરશું મારે હમણાં ફોર વ્હીલ લેવી છે ત્યારે તમને કહીશ આ વાત થયા પછી તા. ૧૦ ના રોજ હર્ષિત ઝાખરીયાએ કોકીલાબેન ધીરજભાઇ અંબાણી ભવન પાસે રાત્રીના સમયે મને બોલાવ્યો હતો. અને અમે સમાચાર પ્રસિધ્ધ થયા બાબતે ર૦ મીનીટ જેટલી વાત કરી હતી. તેને મને કહયું હતું કે મારી પાસે આઠ જેટલા છાપા છે. જો સમાચારો પ્રસિધ્ધ ન કરવા હોય તો ૧.૯૦ લાખ આપવા પડશે આ પૈસાની માગણી કરી હર્ષિત ઝાખરીયાએ બેટના ઇબ્રાહીમ ઇલ્યાસના માણસોને ઉભા કરી મારા વિરૂધ્ધ ઓખા પોલીસમાં અરજી કરી હતી. અને બળજબરીપૂર્વક પૈસા કઢાવવા માટે કાવાદાવા કર્યા હતાં. પૈસાની વાતનું રેકોર્ડીંગ કરતાં તેની હર્ષિત ઝાખરીયાને ખબર પડતાં મારી બોચી પકડી મોબાઇલ ઝૂંટવી લીધો હતો અને કેમ રેકોર્ડીંગ કરે છે કહી ધમકી આપી હતી. ફરીયાદના પગલે દ્વારકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:51 pm IST)