Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

સરખેજના મહંતે મંત્રીઓની મુલાકાત લીધી

જૂનાગઢઃ ગાંધીનગર રાજભવન ખાતે સિનિયર કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ રાજયકક્ષાના મંત્રી વાસણભાઈ આહીર સાથે શ્રી ભારતી આશ્રમ સરખેજના મહંત  ઋષિ ભારતી બાપુએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે આશ્રમના સેવક મોન્ટુભાઈ શાહ તેમજ મનસુખભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

(12:48 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 10,510 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 08,58,300 થઇ :એક્ટિવ કેસ 1,38,834 થયા: વધુ 12,699 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,05 ,59, 604 થયા :વધુ 85 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,280 થયા access_time 1:06 am IST

  • મહાકાલેશ્વર મંદિરની ભસ્મ આરતીના દર્શન 15 માર્ચથી કરી શકાશે : ઉજ્જૈનમાં આવેલા સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરમાં દરરોજ સવારે થતી ભસ્મ આરતીમાં દર્શનાર્થીઓને શામેલ થવા દેવા કમિટીનો નિર્ણય : શયન આરતીના દર્શનનો સમય રાત્રીના 10-15 વાગ્યા સુધીનો કરાયો access_time 6:42 pm IST

  • રાજકોટ મહાપાલિકા ચૂંટણીઃ હવે બુથ દીઠ ૪૦ને બદલે ૨૫ હજારનો ખર્ચઃ કોરોના અંગે હવે માત્ર મતદારો માટે મોજા લેવાનાઃ બાકીની તમામ વસ્તુઓ ગાંધીનગરથી આવશે : રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખર્ચના અસરકારક પગલાઃ હવે બુથ દીઠ ૪૦ને બદલે ૨૫ હજારનો ખર્ચઃ કોરોના સંદર્ભે હાથમોજા અને શોપ બોકસ લેવાના રહેશેઃ બાકી સેનેટાઈઝર, ફેસશિલ્ડ, માસ્ક વિગેરે તમામ વસ્તુ ગાંધીનગરથી ડાયરેકટ ફાળવાશેઃ રાજ્ય ચૂંટણી પંચ તરફથી આવેલી સૂચના access_time 3:05 pm IST