Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

કેશોદમાં ૭ ઝુંપડા સળગી ગયા ડીપી રોડ ઉપર ઝુંપડપટ્ટીમાં વિકરાળ આગ લાગી

ઘરવખરી પણ ખાખ : જાનહાની અટકી

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૧૫: કેશોદમાં ડીપી રોડપર આવેલ ઝુંપડપટ્ટીમાં ગત રાત્રે એક વાગ્યાના અરસામાં એકાએક આગફાટી નીકળતા ધરવખરી સહિત સાતેક ઝુંપડા ભસ્મીભૂત થઈ ગયેલછે.

પાલીકા ફાયર ટીમ સહિત ૨ બ્રાઉઝર ઘટના સ્થળે પાંચેક પાણીના બંબા દ્વારા પાણીનો મારો ચલાવી વિકરાળ આગને કાબુમાં લીધેલ હતી.

૧૦૮ એમ્બ્યુલન્સ, પોલીસ ટીમ સહિત કર્મચારીઓ ઘટના સ્થળે હાજર રહેલ હતા. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

ઝુંપડપટ્ટીમાં રહેનારાઓ માટે બાજુના કોમર્સીયલ બિલ્ડીંગમાં સુવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

(11:34 am IST)
  • જહોન્સન એન્ડ જહોન્સનને ભારતમાં વેકિસન બનાવવી છે ભારતે કહ્યુ છે કે જહોન્સન એન્ડ જહોન્સન કંપની ભારતમાં તેની કોવિડ વેકસીનનું ઉત્પાદન કરવા માંગે છે access_time 10:15 am IST

  • રાજકોટ મહાપાલિકા ચૂંટણીઃ હવે બુથ દીઠ ૪૦ને બદલે ૨૫ હજારનો ખર્ચઃ કોરોના અંગે હવે માત્ર મતદારો માટે મોજા લેવાનાઃ બાકીની તમામ વસ્તુઓ ગાંધીનગરથી આવશે : રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખર્ચના અસરકારક પગલાઃ હવે બુથ દીઠ ૪૦ને બદલે ૨૫ હજારનો ખર્ચઃ કોરોના સંદર્ભે હાથમોજા અને શોપ બોકસ લેવાના રહેશેઃ બાકી સેનેટાઈઝર, ફેસશિલ્ડ, માસ્ક વિગેરે તમામ વસ્તુ ગાંધીનગરથી ડાયરેકટ ફાળવાશેઃ રાજ્ય ચૂંટણી પંચ તરફથી આવેલી સૂચના access_time 3:05 pm IST

  • અધીર રંજન વિરૂધ્ધ વિશેષાધીકાર ભંગનો ઠરાવ સંસદમાં મૂકાયો : ગ્રેગ થનબર્ગ ઉપર નિવેદન કરવા અંગે ભાજપના સાંસદ પી.પી.ચૌધરીએ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી વિરૂધ્ધ વિશેષાધીકાર ભંગની દરખાસ્ત લોકસભામાં રજૂ કરી છે. access_time 11:29 am IST