Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

વાંકાનેર સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખપદેે ઓઝાની વરણી

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.૧૦ : વાંકાનેરના પ્રસિધ્ધ શ્રી ગાયત્રી શકિતપીઠ ખાતે મળેલ વાંકાનેર સમસ્ત બ્રહ્મસમાજની બેઠકમાં વાંકાનેરના નવનિયુકત પ્રમુખની વરણી કરેલ અને મોરબી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ પદ મેળવનાર હસુભાઇ પંડયાનું વાંકાનેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા અદકેરૂ સન્માન કરવામાં આવેલ.

વાંકાનેર મહાકાળી તળેટીમાં આવેલ વેદમાતાશ્રી ગાયત્રીમાતાજીની શકિતપીઠ ખાતેના હોલમાં વાંકાનેર સમસ્ત બ્રહ્મસમાજની મીટીંગ મળેલ જેમાં સૌરાષ્ટ્ર બ્રહ્મસમાજના પ્રમુખ ભુપતભાઇ પંડયા, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજના ટ્રસ્ટી મંડળના પ્રમુખ અનિલભાઇ પંડયા, ટ્રસ્ટી જીતુભાઇ મહેતા, વવાણીયા સ્કુલના પ્રિન્સીપાલ ભુપતભાઇ પંડયા, વી.કે.ભટ્ટ ઉપરાંત વાંકાનેર બ્રહ્મસમાજની પેટાજ્ઞાતિમાં ઔદિચ્ય જ્ઞાતિના પ્રમુખ રજનીભાઇ રાવલ, મોઢજ્ઞાતિના નિષીતભાઇ જોશી, રાજગોર જ્ઞાતિના બાબુભાઇ વરણવા, મોહનલાલ ખાંડેખા, શ્રીમાળીજ્ઞાતિના નટુભાઇ દવે, શૈલેશભાઇ ભટ્ટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે પરશુરામદાદાની તસ્વીર સમક્ષ મંચસ્થ અગ્રણીઓ અને ગાયત્રી શકિતપીઠના અશ્વિનભાઇ રાવલે દિપપ્રાગટય કર્યુ હતુ. ત્યારબાદ વાંકાનેર સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખપદે યુવા અગ્રણી જયેશભાઇ ઓઝાની સર્વાનુમતે વરણી કરેલ અને પુષ્પમાળા તથા શાલ ઓઢાડી નવનિયુકત પ્રમુખને સન્માનીત કરવામાં આવેલ. નીશીતભાઇ જોશીએ સ્વાગત પ્રવચન બાદ ઉપરોકત અગ્રણીઓએ જ્ઞાતિ એકતા, સંગઠન, શિક્ષણ, વ્યસનમુકત, જીવન જીવવા સામાજીક રાજકીયક્ષેત્રે જ્ઞાતિજનો આગળ વધે તે માટે સૌએ એક બીજાને મદદરૂપ આહવાન કરેલ. કાર્યક્રમનું સુંદર આયોજન અને સંચાલન સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજના પુર્વ પ્રમુખ ભરતભાઇ ઓઝાએ કર્યુ હતુ.

(11:28 am IST)
  • મહારાષ્ટ્ર: થાણે (વેસ્ટ) ના મુલુંડ ચેક નાકા પાસે મોડેલ્લા કોલોનીમાં મોદી સાંજે ભયંકર આગ ફાટી નીકળી છે. ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને અગ્નિશમન તંત્રે સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી ચાલુ કરી છે. હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ થઈ નથી. access_time 9:15 pm IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 10,510 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 08,58,300 થઇ :એક્ટિવ કેસ 1,38,834 થયા: વધુ 12,699 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,05 ,59, 604 થયા :વધુ 85 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,280 થયા access_time 1:06 am IST

  • અધીર રંજન વિરૂધ્ધ વિશેષાધીકાર ભંગનો ઠરાવ સંસદમાં મૂકાયો : ગ્રેગ થનબર્ગ ઉપર નિવેદન કરવા અંગે ભાજપના સાંસદ પી.પી.ચૌધરીએ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી વિરૂધ્ધ વિશેષાધીકાર ભંગની દરખાસ્ત લોકસભામાં રજૂ કરી છે. access_time 11:29 am IST