Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

દ્વારકા શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય છપ્પનભોગ મનોરથ યોજાયો

મહાઆરતી -દર્શન મનોરથનો ભાવિકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા,તા. ૧૦: દ્વારકાના અરબી સમુદ્ર કિનારે બિરાજતાં પૌરાણિક શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિરે ગઇકાલે રવિવારના રોજ છપ્પભોગ મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

સાંજે પાંચ વાગ્યે મહાઆરતી યોજાતા બાદ સાંજે ૫ થી રાત્રે ૧૦ કલાક સુધી છપ્પન ભોગ મનોરથના દર્શન યોજાયો હતો. જેનો બહોળી સંખ્યામાં શિવભકતોએ લાભ લીધો હતો.

સફળ બનાવવા પુજારી સંગીતાબેન ધનરાજગીરી ગોસ્વામી તથા ભડકેશ્વર ગ્રુપના ભાવિન પુરોહિત, નિર્મલ તાવડી, યુવરાજ ચાચુપરમાર, હિતેશ ભટ્ટ, મનોજ માલમ, નીતીન પરમાર વિગેરેએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીરઃ દિપેશ સામાણી -દ્વારકા)

(11:25 am IST)