Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

મોરબીના નારણકામાં દવા પીતા સગીરા અને ફેક્ટરીની છત પરથી પડતા યુવાનનું કરૂણમોત

મોરબીના નારણકા ગામની સીમમાં રહેતા પારૂબેન જયંતીભાઈ નાયકા (ઊ.વ.૧૫) નામની સગીરા કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેને મોરબી બાદ રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

મોરબીના વાવડી રોડના રહેવાસી પીયુશભાઇ માક્નભાઈ દેત્રોજા (ઉ.વ.૨૯) નામના યુવાન લખધીરપુર રોડ પરના એક્ટીવ સિરામિક કારખાનાની પતરાની છત પર કામ કરતી વેળાએ છત પરથી નીચે પડતા માથાના ભાગે ઈજા થઇ હતી જેને પગલે યુવાનનું મોત થયું છે પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

(1:10 am IST)