Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

કેશોદમાં તુવેર કૌભાંડનું ભૂત ફરી ધુણ્યુ : કિસાન કોંગ્રેસ - ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા કલેકટરને આવેદન

જુનાગઢ, તા. ૧૦ : કેશોદ તુવેર કૌભાંડનું ભૂત ફરી ધુણ્યું છે. કિસાન કોંગ્રેસ અને કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રતિનિધિ મંડળે કલેકટરને લેખિત રજુઆત કરી વેધક સવાલ પૂછ્યા હતા. જેમાં જણાવ્યુંૈ છે કે  તુવેર કૌભાંડમાં તપાસ સમિતિએ એક વર્ષમાં તપાસ શું કરી...???ર્ં જિલ્લામાં તુવેરનું કુલ ઉત્પાદન થયું ૨૫૦૨૦ કવીંટલ અને તેના ૨૫્રુ લેખે ૬૨૫૫ કવીંટલ થી વધારે ટેકાના ભાવે તુવેરની ખરીદી ન જ થવી જોઈએ  ૨૫૦૨૦ કવીંટલ તુવેરના ઉત્પાદન સામે ૮૯૧૫૨ કવીંટલ ખરીદી કેવી રીતે કરવામાં આવી...???

જૂનાગઢ કેન્દ્ર ૧૯૫૫૪.૫ કવીંટલ, કેશોદ કેન્દ્ર ૨૩૦૨૧.૫ કવીંટલ, માણાવદર કેન્દ્ર ૧૯૮૨૨ કવીંટલ અને વિસાવદર કેન્દ્ર ૨૬૭૫૪ કવીંટલ એમ જિલ્લામાં કુલ ૮૯૧૫૨ કવીંટલ તુવેરની ખરીદી થઈ  કેશોદ, જૂનાગઢ, વિસાવદર, માણાવદર એમ ચારેય કેન્દ્ર પર કૌભાંડ આચરવામાં આવ્યું છે

 જૂનાગઢ જિલ્લામાંથી વધારેમાં વધારે ૬૨૫૫ કવીંટલ તુવેર ખરીદવા પાત્ર હતી તો તેની સામે ૧૫ ગણી ખરીદી થઈ ગઈ તેમ છતાં કોઈના ધ્યાનમાં કેમ ન આવ્યું...???

જિલ્લામાં કુલ ઉત્પાદન કરતા ૪ ગણી વધારે તુવેર ખરીદી કરવામાં આવી તો શું ખેડૂતો બહારથી તુવેર લાવ્યા હતા... કે કૌભાંડીઓ બીજા રાજયમાંથી તુવેર લાવ્યા હતા ??? કૌભાંડીઓએ ખરીદવા પાત્ર કરતા ૧૫ ગણી તુવેરની ખરીદી કરી લીધી એ વાત તપાસ સમિતિના ધ્યાને કેમ ન આવી...???

તુવેર - મગફળી કૌભાંડમાં એકપણ અધિકારીની બેદરકારી બદલ કોઈ કાર્યવાહી કેમ કરવામાં ન આવી...???  તપાસ સમિતિનું કામ શું...??? કૌભાંડોને ભીના સંકેલવા કે ખરા અર્થમાં તપાસ કરવી....???  કૌભાંડોના ડુંગર પર બેસી સરકાર દૂરબીનથી કૌભાંડ શોધતી હોય તેવો ઘાટ રચાય છે  તુવેર કૌભાંડની જેમ જ મગફળી કૌભાંડની તપાસ કરવામાં આવશે....???  કૌભાંડ પૂર્વઆયોજન મુજબ જ થાય છે એ જોવા માટે સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે...???  ૨૨ જાન્યુઆરીએ ખરીદેલી મગફળી ટેકાના કેન્દ્ર પર ૩૦ જાન્યુઆરી સુધી કૌભાંડ આચરવા માટે રાખી મુકવામાં આવી હતી...???  દરેક કૌભાંડ કિસાન કોંગ્રેસ, ખેડૂત આગેવાનો જ બહાર લાવે છે તો સરકાર, તંત્ર અને વિજિલન્સ ટિમ શું કામ કરે છે....??? તેવા સવાલો કર્યા છે.

(4:12 pm IST)