Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

ચબરાક બુટલેગરે દૂધના ટેન્કરમાં દારૂ લાવ્યા'તા ચોટીલાના ખડગુંદાની સીમમાં પેટીઓ સગેવગે થાય ત્યાં જ ઝડપી લેવાઇ

દારૂ વેચાણનુ હબ બનવા જઇ રહેલ ચોટીલામાંથી સ્ટેટ વિજીલન્સે ૪૨૭ બોટલ દારૂ ઝડપી લીધોઃ સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી સ્ટેટ વિજીલન્સ ત્રાટકતા સ્થાનીક પોલીસમાં હડકંપ મચ્યું : નવા જુનીના એંધાણ

લોકો અને પોલીસની નજર થી બચવા નવી મોડસ ઓપરેન્ડી ઇગ્લીશ દારૂ પેટીઓ સાથે પકડાયેલ ટેન્કર અને કલીનર આરોપી તસ્વીરમાં નજરે પડે છે(તસ્વીર.હેમલ શાહ)

ચોટીલા, તા.૧૦:  ચોટીલા પંથક જાણે ઇગ્લીશ અને દેશી દારૂનું હબ બની રહ્યુ હોય તેમ જીલ્લાની બ્રાન્ચ અને સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ વિજીલન્સની ટીમે દુધનાં ટેન્કરમા રોહતક થી ચોટીલા સુધી પહોંચેલ ૫૦૯૫ બોટલ ઇગ્લીશ દારૂ ની ઝડપી પાડતા બેડામાં સોપો પડી ગયેલ છે.

જાણવા મળતી વિગત મુજબ સ્ટેટ વિજીલન્સનાં પીએસઆઇ આર એ જાડેજાની ટીમને મળેલ હકિકતને આધારે આણંદપુર બીટનાં ગુંદા ગામની સીમમાં આવેલ ભોયરાગાળા વિસ્તારમાં કટીંગ માટે પોહચેલ દુધ ટેન્કર જેવા લાગતા ટેન્કરનો પીછો કરી ઝડપી પાડતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડની ઇગ્લીશ દારૂ ની ૫૦૯૫ બોટલ પકડી પાડેલ છે.

પોલીસ ટીમ ટેન્કર નજીક પહોંચતા ડ્રાઇવર કાલુરામ ઉર્ફે કમલેશ ભગીરથ બીશ્ર્નોઇ તેમજ એક અજાણ્યો સ્થાનિક શખ્સ નાસી છુટવામાં સફળ થયેલ છે પરંતુ નાસી રહેલ રાજસ્થાનનાં ભિનમાલ જોગવા ગામનો કલીનર શંકરલાલ જગમાલરામ બીશ્ર્નોઇ પકડાઇ ગયેલ હતો.

આ દરોડામાં ચેતનભાઇ બારૈયા, ધનેશ્યર દેસાઈ, રાણાભાઇ કુગસીયા, મોહનભાઇ ચાવડા સહિતના રોકાયેલ જેઓએ સ્થાનિક થાણા ઈન્ચાર્જ બોલાવી સ્થળ ખરાઇ કરી પકડાયેલ ટેન્કર, દારૂનો જથ્થો, બે મોબાઇલ મળી કુલ ૨૬.૯૨.૩૭૫ નાં મુદ્દામાલ સાથે આરોપી મોલડી પોલીસ સ્ટેશનમાં સોપેલ હતો વિજીલન્સે નાસી છુટેલ ડ્રાઇવર, એક અજાણ્યો ઈસમ, માલ મોકલનાર મંગાવનાર અને તપાસમાં ખુલે તે તમામ સામે ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરેલ છે.(૨૩.૧૭)

૨૦ દિવસ પહેલા થાનગઢ નજીક આજ ટેન્કર કટીંગ કરી ગયેલ

બુટલેગરોની નવી એમ ઓ દુધનું ટેન્કર મહદ અંશે સફળ રહેલ છે પકડાયેલ કલીનરનાં જણાવ્યા મુજબ એક ટ્રીપના ૨૦ હજાર તેને અપાય છે અને જથ્થો રૂગ્નાથ નામનો શખ્સ સ્થાનિક ધંધાર્થીઓનાં ટેલીફોનીક સંપર્ક થી સૌરાષ્ટ્રમાં દારૂ મોકલે છે. વીશ દિવસ પહેલા આજ ટેન્કર ભરીને દારૂ લાવેલ થાનગઢ વાંકાનેર વચ્ચેનાં કોઇ ગામડામાં કટીંગ કરેલ હતું.(૨૩.૧૭)

જથ્થો સ્થાનિક ગેંગનો હોવાની આશંકા

જે વિસ્તારમાં કટીંગ માટે ટેન્કર સમી સાંજે લઈ જવામાં આવ્યુ તેના માટે સ્થાનિક યુવક મોલડી હાઇવે થી ટેન્કરમા બેસેલ હતો આજ વિસ્તારમાં અગાઉ સ્થાનિક બુટલેગરના ચાલુ કટીંગ પણ પકડાયેલ છે ત્યારે આ જથ્થો પણ ગુંદા, આણંદપુર વિસ્તારનાં સ્થાનિક બુટલેગરનો હોવાની આશંકા સાથે તપાસ હાથ ધરવામાં આવી છે.

આણંદપુર ગુંદા વિસ્તારમાં બુટલેગરો ઉપર પોલીસ પકડ ઢીલી પડેલ હોય તેમ ટેન્કર ભરી ઇગ્લીશ ની ખેપ પકડાય છે એ જ બાબત ચોટીલા પંથકમાં ઇગ્લીશ દારૂની રેલમછેલ થતી હોવાના પુરાવા સમાન છે.

(1:14 pm IST)