Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

સાયલા તાલુકા વિસ્તારમાં બે બંદુક સાથે ત્રણ ઇસમો ઝડપાયા

વઢવાણ તા. ૧૦ :.. સાયલા પો. સ્ટે. વિસ્તારમાં નાઇટ દરમ્યાન ખાસ પેટ્રોલીંગ હાથ ધરી મજકુર સંગ્રામભાઇ માત્રાભાઇ કલોતરા રબારી ઉ.૩૮ ધંધો માલઢોર રહે. છડીયાડી પોતાની છડીયાળી ગામની સીમમાં જસાપર ડેમના કાંઠે આવેલ ઓગાનવાળી વાડીએથી દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક કી. રૂ. ૧,૦૦૦ સાથે પકડી તેમજ સદર બંદુક મજકુર દાઉદ ઉર્ફે કાસમભાઇ નુરમહમદભાઇ ઝૂણેજા ડફેર ઉ.૪ર ધંધો મજૂરી હાલ રહે. ડોળીયા મુળ રહે. ઝીંઝૂંવાડા તા. પાટડી વાળાએ આપેલ હોય ધોરણસર અટક કરી બંને ઇસમો વિરૂધ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં હથિયારધારા હેઠળ ગુન્હો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ સદર કામગીરી પુરી કરી પરત આવતા હતા તે દરમ્યાન વિનોદ ભોજાભાઇ ગરાંભડીયા ત. કોળી ઉ.ર૭ ધંધો ખેતી રહે. દેવગઢ નોલી-દેવગઢની વચ્ચે આવેલ હડમતળા હનુમાનજીના મંદિર પાસે જાહેર રોડ ઉપરથી પકડી તેની અંગ ઝડતી કરતા તેના પેન્ટના નેફામાંથી ગે. કા. પાસ પરવાના વગર એક દેશી હાથ બનાવટની ડબલ બેરલની જામગ્રી બંદુક કિ. રૂ. ૧,૦૦૦ ની મળી આવતા મજકુર ઇસમને ધોરણસર અટક કરી, મુદામાલ કબ્જે કરી મજકુર વિરૂધ્ધ ધજાળા પોલીસ સ્ટેશનમાં હથિયારધારા હેઠળ ગુન્હો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.  એલસીબી ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર ડી. એમ. ઢોલ પો. સબ. ઇન્સ. વી. આર. જાડજા, એએસઆઇ વાજસુરભા લાભુભા તથા પો. હેઙ કોન્સ. અમરકુમાર કનુભા તથા જુવાનસિંહ મનુભા તથા નિકુલસિંહ ભુપતસિંહ તથા પો. કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા તથા કુલદીપસિંહ હરપાલસિંહ તથા સંજયભાઇ  પ્રવિણભાઇ તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા અનિરૂધ્ધસિંહ અભેસંગભાઇ તથા અશ્વિનભાઇ ઠાકરણભાઇ તથા કલ્પેશભાઇ જેરામભાઇએ રીતેની ટીમ દ્વારા હથિયાર ધારા હેઠળના કુલ-ર સફળ કેસો શોધી કાઢેલ છે.

(1:13 pm IST)