Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

ભૂજના નારણપર શ્રી જાગનાથ મહાદેવ મંદિરે શ્રી સનાતન ધર્મ માંગલ્ય મહોત્સવઃ ૩૦મો પાટોત્સવઃ અતિરૂદ્ર મહાયજ્ઞ

૧૪થી ૨૧ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોઃ સંતો-મહંતો આશિર્વચન પાઠવશે

રાજકોટ, તા. ૧૦ :. કચ્છના ભૂજ તાલુકાના નારણપર (નીચલો વાસ) ખાતે શ્રી જાગનાથ મહાદેવ મંદિરે તા. ૧૪થી ૨૦ સુધી સનાતન ધર્મ માંગલ્ય મહોત્સવ-૩૦મો પાટોત્સવ-અતિરૂદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે.

તા. ૧૩ને ગુરૂવારે સવારે ૯ વાગ્યે દેહશુદ્ધિ પ્રાયશ્ચિત પ્રયોગ, બપોરે ૩.૩૦ વાગ્યે વેદ ભગવાનની ગજરાજ ઉપર ભવ્ય શોભાયાત્રા, તા. ૧૪ને શુક્રવારે સવારે ૮ વાગ્યે યજ્ઞનો પ્રારંભ, બપોરે ૧૨ વાગ્યે મંડપ પ્રવેશ, બપોરે ૩.૩૦ વાગ્યે જલયાત્રા, સાંજે ૫ વાગ્યે અરણીમંથન દ્વારા અગ્નિ પ્રાગટય, તા. ૧૫ને શનિવારે સવારે ૯ વાગ્યે અતિરૂદ્ર હોમનો પ્રારંભ, રાત્રે ૯ વાગ્યે ગુજરાતના નામાંકીત કલાકારોના સથવારે ભવ્ય રાસોત્સવ યોજાશે.

તા. ૧૬ને રવિવારે શિવરાજોપચાર પૂજા, તા. ૧૮ને મંગળવારે વિવિધ અભિષેક, તા. ૨૦ને ગુરૂવારે બપોરે ૧૨ વાગ્યે યજ્ઞ પૂર્ણાહુતિ, ૧૨.૩૦ વાગ્યે ભોજન સમારંભ, તા. ૨૧ને શુક્રવારે સવારે ૮.૩૦થી ૧૨ સુધી પાટોત્સવ પૂજા તથા મહાઆરતી, બપોરે ૩.૩૦ વાગ્યે જાગનાથ મહાદેવની રાજોપચાર પૂજા, રાત્રે ૮.૩૦ વાગ્યે ઠાકર થાળી ઠાકોરજીની પધરામણી કરવામાં આવશે.

અતિરૂદ્ર મહાયજ્ઞના વિદ્વાન આચાર્ય શ્રી તરીકે શાસ્ત્રી હીરેનભાઈ ત્રિવેદી-રાજકોટ, શાસ્ત્રી જયદીપભાઈ વ્યાસ-ભૂજ, શાસ્ત્રી અજયભાઈ પંડયા-નારણપર, શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટ-રાણસીકી, વિધિવિધાનપૂર્વક પૂજન-અર્ચન કરાવશે.

પાટોત્સવ માટે પૂ. મુરલીમનોહરદાસજી સ્વામી, પૂ. હરિપ્રસાદદાસજી સ્વામી, પૂ. નિર્મળદાસજી સ્વામી, પૂ. ભકિતવલ્લભદાસજી સ્વામી, પૂ. ધર્મપ્રસાદદાસજી સ્વામી, પૂ. કેશવપ્રસાદદાસજી સ્વામી સહિત સંતોના રૂડા આશિર્વાદ પ્રાપ્ત થયા હતા.

પાટોત્સવ દરમિયાન સંતો-મહંતો આશિવર્ચન પાઠવવા ઉપસ્થિત રહેશે. જેમા વિશેષ ઉપસ્થિતિ પૂ. ૧૦૦૮ શ્રી મહામંડલેશ્વર કનકેશ્વરીદેવીજી-ખોખરા હનુમાન-મોરબી. આ ઉપરાંત પૂ. સદાનંદ સરસ્વતી-દંડી સ્વામી-દ્વારકા, પૂ. નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના શિષ્ય પૂ. ભોલાનંદ સ્વામીજી, પૂ. ધર્મનંદનદાસજી, પૂ. સનાતનદાસજી, પૂ. પ્રેમપ્રકાશદાસજી, પૂ. નિરનમુકતદાસજી, પૂ. કેશવજીવનદાસજી, પૂ. ભગવતજીવનદાસજી, પૂ. મહાપુરૂષદાસજી, પૂ. દેવપ્રકાશદાસજી, પૂ. બાલકૃષ્ણદાસજી, પૂ. હરિદાસજી, પૂ. દેવકૃષ્ણદાસજી, પૂ. લક્ષ્મીપ્રસાદદાસજી, પૂ. જાદવ ભગત, પૂ. મુકુંદજીવનદાસજી, પૂ. ધર્મપ્રકાશદાસજી, પૂ. પરસોતમપ્રકાશદાસજી, પૂ. ઘનશ્યામપ્રકાશદાસજી, પૂ. દેવજીવનદાસજી, પૂ. શૌનકમુનિદાસજી, પૂ. કૃષ્ણવિહારીદાસજી, પૂ. ધર્મકિશોરદાસજી, પૂ. વ્યાસસ્વરૂપદાસજી, પૂ. દેવપ્રિયદાસજી, પૂ. બ્રહ્મવિહારીદાસજી, પૂ. ઈશ્વરપ્રિયદાસજી, પૂ. કપિલજીવનદાસજી, પૂ. હરીવત્સલદાસજી, પૂ. વિશ્વવિહારીદાસજી, પૂ. નારણભગત સહિતના સંતો-મહંતો ઉપસ્થિત રહીને આશિર્વચન પાઠવશે.

જ્યારે અતિથિ વિશેષ તરીકે કાશી ભાલકાના સુપ્રસિદ્ધ કથાકાર પૂ. ડો. મહાદેવપ્રસાદ મહેતા, રાજકોટના સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂ. હરકિશનભાઈ ત્રિવેદી, કચ્છ ગાગોદરના સુપ્રસિદ્ધ કથાકાર પૂ. નવલશંકરભાઈ શાસ્ત્રી, છારોડી ગુરૂકુળના પૂ. વિદ્વાન ભા.વ. રામપ્રિયજી ઉપસ્થિત રહેશે.

ભાવિકોને લાભ લેવા તથા વધુ વિગતો માટે મો. નં. ૯૧૦૬૪ ૬૭૬૧૩, મો. ૯૯૭૯૪ ૩૫૯૨૯, મો. ૮૧૪૧૪ ૬૦૦૦૧ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(12:13 pm IST)