Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

જસદણના ફુલઝર ગામેથી તસ્કરો બંધ મકાનમાંથી રોકડ-દાગીના ચોરી ગયા

કુલ રૂ. ૮૮પ૦૦ ના દાગીના તથા ૧,૧૦,૦૦૦ રોકડ રકમની ચોરીઃ પોલીસે તપાસ હાથ ધરી

જસદણ તા. ૧૦ :.. જસદણ નજીકના ફુલઝર ગામે દેવરાજભાઇ રાયાભાઇ સુવાણના બંધ મકાનમાંથી રોકડ રકમ તથા સોનાના દાગીના ચોરી થયાની ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

દેવરાજભાઇની ફરીયાદ મુજબ ફુલઝાર ગામે તેઓ તેમના દિકરા સાથે અલગ અલગ મકાનમાં રહે છે રાત્રીના સમયે કોઇ અજણ્યા શખ્સો તેના તથ તેમના દિકરાના મકાનમાં પ્રવેશી રૂમની તીજોરીમાંથી રોકડા રૂ. એક લાખ દશ હજાર તથ સોનાનો હાર, ૩ તોલાનો, સોનાની બુટી-ર નંગ સોનાની વીંટી ૩ નંગ સોનાના પાંદડા, ચાંદીના છડા આમ સોના-ચાંદીના દાગીના કુલ કિંમત રૂ. ૮૮પ૦૦ તેમજ રોકડ રૂપિયા ૧,૧૦,૦૦૦ મળી કુલ રૂ. ૧૯૮પ૦૦ ની ચોરી  થયાનું જાહેર થતા પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ આઇપીસી કલમ ૪પ૭, ૩૮૦ મુજબ ગુન્હો દાખલ કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યો છે.

(12:03 pm IST)