Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

વઢવાણમાં સોની વેપારી શૈલેષ માંડલિયાનું અપહરણ

અપહરણકારોની શોધખોળ : કાર બિનવારસી હાલતમાં મળી : સુરેન્દ્રનગર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

પ્રથમ તસ્વીરમાં જે વેપારીનું અપહરણ થયેલ છે તે શૈલેષભાઇ સોની તથા બીજી તસ્વીરમાં અપહરણકારોની કાર બીનવારસ હાલતમાં નજરે પડે છે. (તસ્વીર : ફઝલ ચૌહાણ, વઢવાણ)

વઢવાણ તા. ૧૦ : સુરેન્દ્રનગરના વઢવાણમાંથી સોની વેપારી શૈલેષ શશીકાંતભાઇ માંડલીયાનું કારમાં અપહરણ કરીને અપહરણકારો નાશી છૂટતા સનસનાટી મચી ગઇ છે.

સુરેન્દ્રનગર શહેરમાં કાયદો વ્યવસ્થા જગ જાહેર માં કથળી રહી છે ત્યારે શહેરમાં દિન પ્રતિદિન કાયદો-વ્યવસ્થાના ધજાગરા બોલી રહ્યા છે. સુરેન્દ્રનગર શહેરમાં ધોળા દિવસે આંગડીયા પેઢીના કર્મચારીને માર મારી અને મોટી રકમની લૂંટ ચલાવી છે જેની સાથે હજી સુકાઈ નથી ત્યાં જ વઢવાણ પાસે આવેલા વિશ્વપ્રેમ પાર્કમાં રહેતા વેપારીનું જાહેરમાં બહાર રોડ ઉપર બોલાવી અને સફેદ કારમાં અપહરણકારો અપહરણ કરી જતા વઢવાણ શહેરમાં સન્નાટો મચી જવા પામ્યો છે ત્યારે વઢવાણથી ડિવિઝન પોલીસ મથક ખાતે જાણકારી મળતા વઢવાણ બી ડિવિઝન પોલીસ તપાસ માટે દોડી આવેલ હતી. વઢવાણ બી ડિવિઝન ખાતે વેપારીઓના ટોળેટોળા મોડી રાત્રી સુધી એકઠા થયા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર ગુના શોધક શાખા સહિતની પોલીસ તંત્રમાં ખળભળાટ મચાવતા સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે ઉપર નાકાબંધી કરાવવા છતાં પણ આરોપીઓ ઝડપાયા હતા ત્યારે વઢવાણ બી ડિવિઝન પોલીસે આ અંગેની ફરિયાદ નોંધી અને હાલમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે હાલમાં કેટલી કલાકો વીતી જવા છતાં આરોપીઓના કોઈ સગડ મળ્યા નથી ત્યારે વેપારીના પરિવારમાં ભારે શોક છવાયો છે.

અપહરણ કરવા અંગેના કારણો શું હશે શેના કારણે પણ થયું હશે વગેરે વાતો ને લઇ અને ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે વઢવાણ બી ડિવિઝન પોલીસ મથકેથી હાલમાં જાણવા મળતી વિગતો અનુસાર વઢવાણના દૂધની ડેરી પાસે આવેલા વિશ્વપ્રેમ પાર્કમાં રહેતા વેપારી અને સોનીનો વ્યવસાય કરતા શૈલેષ ભાઈ શશીકાંતભાઈ માંડલીયા દૂધની ડેરી પાસે આવેલ વિશ્વ પ્રેમ પાર્કમાં રહે છે ત્યારે એક નંબર વગરની સફેદ કાર આવી અને શૈલેષભાઈ શશીકાંતભાઈ માંડલિયા અપહરણ કરી જતા આખા વિસ્તારમાં સન્નાટો મચી જવા પામ્યો હતો.

આ અંગેની જાણકારી મળતાં સુરેન્દ્રનગર વઢવાણ સહિતના સોની વેપારીઓ એકઠા થયા હતા અને વઢવાણ બી ડિવિઝન ખાતે આ રીતે વેપારીના અપહરણ થતાં પોલીસ તંત્રમાં રજૂઆત કરી અને ભારે રોષ ઠાલવ્યો હતો. પોલીસ તંત્ર શાંતિ રાખવા માટેની અપીલ કરતા વેપારીઓ રોજ સાથે શાંત પડયા હતા પરંતુ હાલ હજુ સુધી અપહરણ થયેલ શૈલેષ ભાઈ શશીકાંતભાઈ માંડલિયા કે અપહરણકારોના કોઈ સગડ મળ્યા નથી જેના કારણે હાલ વેપારીઓમાં રોષ છવાયો છે પરિવારો ચિંતાતુર બન્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની કાયદો વ્યવસ્થા કથળી હોવાનું ઠેરઠેર ચર્ચાઈ રહ્યું છે.

સુરેન્દ્રનગર શહેરના વઢવાણ પાસે આવેલા દૂધની ડેરી પાસે આવેલ વિશ્વ પ્રેમી પાર્કમાં રહેતા શૈલેષભાઈ સોની નું અપહરણ થતાં ભારે ખળભળાટ મચ્યો છે ત્યારે વઢવાણ દરબાર બોર્ડિંગ ની પાસે એક બિનવારસી સ્વીફટ કાર મળી આવી છે જે અપહરણકારોની હોવાની હાલમાં શંકા વ્યકત થઈ રહી છે. પોલીસે આ કારને કબજો કરી અને હાલમાં આ કારના નંબર ઉપર તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વઢવાણ બી પોલીસેઙ્ગ શંકાસ્પદ નો કબજો કર્યો છે ત્યારે હાલ તો હજુ સુધી કોઈ અપહરણકારોના કોઈ વાવડ કે સગડ મળ્યા નથી પરંતુ એક બિનવારસી કાર મળતાં જેના આધારે પણ તપાસ હાલમાં પોલીસે શરૂ કરી છે.

(11:58 am IST)