Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

સલાયામાં ઝઘડો કરતા બે મુસ્લિમ જૂથોને છુટ્ટા પાડવા જનારી પોલીસ પાર્ટી ઉપર હુમલો : ૩ને ઇજા

ખંભાળીયા, તા. ૧૦ : સલાયામાં ગોદી પાળા વિસ્તારમાં બે જૂથો વચ્ચે માથાકુટ થતી હોય તેવી જાણ પોલીસને થતા પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી જઇ બન્ને જુથને અલગ પાડવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યારે એજાજ રજાક સંઘાર (ર) રીઝવાન રજાક સંઘાર (૩) અકરમ રજા (૪) અકરમ રજા સંઘાર (પ) શબીર હુશેન સંભાગીયા, (૬) ઇમરાન રજાક સંઘાર (૭) જાવીદ આદમ બારોપા તથા ત્રણ અજાણ્ય ઇસમો એ લાકડાના ધોકા તથા પાઇપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી પોલીસ ટીમના મુકેશભાઇ કેસરીયા, રોહીતભાઇ થાનકી તથા ઓમદેવસિંહને ઇજાગરસ્ત કરી ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસએ ૩૦૭,૩૩ર, ૩ર૩, ૩૩૩, ૩૩૪, ૪ર૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ સહીતની કલમ મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અને આ બનાવમાં ઇજાગ્રસ્ત ત્રણ પોલીસમાંથી મુકેશભાઇ કેસરીયાને વધુ ઇજા થતા જામનગર સારવાર અર્થ ખસેડવામાં આવેલ છે તથા રોહીતભાઇ થાનકી અને ઓમદેવસિંહને ખંભાળીયા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ.

(4:17 pm IST)