Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

મહાશિવરાત્રી મેળામાં સંતો-મહંતો, વિદેશીઓનું આગમનઃ ભાવિકો માટે અન્નક્ષેત્રોનો ધમધમાટ

જૂનાગઢ : મહાશિવરાત્રી મેળાનો વિધીવત પ્રારંભ થતા સાધુ-સંતો અને ભાવિકોનું સતત ભવનાથમાં આગમન થઇ રહ્યું છે અને અન્નક્ષેત્ર ધમધમવા લાગ્યા છે. ગઇકાલે મેળાનો વિધિવત પ્રારંભ થતાં 'અકિલા'ની ટીમ દ્વારા કરેલ કવરેજ ના અહેવાલ અને તસ્વીર પ્રસ્તુત છે. ઉપરોકત તસ્વીરમાં ભવનાથ તળેટી ખાતે ઉમટી રહેલ ભાવિકો અને વિદેશી લોકો અને ધુણી ધખાવી બેઠલા ઝટાધારી સાધુ તેમજ શ્રી લાલસ્વામી  આશ્રમ પાસે સત્તાધાર અને આપા ગીગાના ઓટલા દ્વારા પૂ. જીવરાજબાપુની પ્રેરણાથી પૂ. વિજયબાપુ અને નરેન્દ્રબાપુ દ્વારા શરૂ કરાયેલ અન્નક્ષેત્રનો ગઇકાલે પૂ. વિજયબાપુ અને પુ. નરેન્દ્રબાપુની ઉપસ્થિતમાં પ્રારંભ થયો હતો જેમાં પ્રસાદ લેતા ભાવિકો તેમજ અને તેની બાજુમાં સદ્ગુરૂ શ્રી ત્રિકમદાસબાપુ અન્નક્ષેત્ર, મહામંડલેશ્વર પૂ. જગજીવનદાસબાપુ, દ્વારા ખુલ્લુ મુકવામાં આવેલ આ અન્નક્ષેત્રમાં ભાવથી લોકોને બાજરાના રોટલા - રોટલી - રીંગણાનો ઓરો, કઢી, ખીચડી, મોહનથાળ, ગુંદી, ગાઠીયા, સહિતના મીષ્ટાન પિરસવામાં આવી રહ્યા છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીરો મુકેશ વાઘેલા જૂનાગઢ)

(4:16 pm IST)