Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

મોરબીમાં પોલીસ પુત્ર-પત્રકારના ભાઇ પર ૩ શખ્સોનો હુમલો : દુકાનમાંથી રર,પ૦૦ની લૂંટ

માવાના રૂપિયા માંગતા તૂટી પડયા : અંકિત વાળંદ, પરાક્રમસિંહ જાડેજા તથા તેનાભાઇ મયુરસિંહ જાડેજા સામે પોલીસમાં ફરીયાદ

મોરબી, તા. ૧૦ : મોરબીના દરબારગઢ પાસે પાનની દુકાન ધરાવતા પોલીસ પુત્ર અને પત્રકાર-એડવોકેટના ભાઇ પર ત્રણ શખસોએ માવાના પૈસા માંગતા હુમલો કર્યો હતો અને દુકાનમાં પડેલ વેપારના રૂ. રર,પ૦૦ની લૂંટ ચલાવી નાશી છૂટયા હતાં. દુકાનદારને સારવારમાં ખસેડાયો હતો.

જાણવા મળતી વિગત મુજબ ફરીયાદી ભાસ્કર મુકુંદભાઇ જોશી (ઉ.રપ) શહેરના દબારગઢ પાસે સોની બજારમાં ડીલકસ પાન નામની દુકાન ધરાવે છે. ગતરાત્રીના બે શખ્સો અંકિત વાણંદ રહે. વાઘપરા, મોરબી અને પરાક્રમસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા તેની દુકાનેથી માવો લીધો હતો. ફરીયાદી દ્વારા પૈસા માંગવામાં આવતા અને આરોપીઓએ માથાકુટ કરી હતી અને ફરીયાદીને ગાળો દેવા સાથે બન્નેએ આરોપી મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સને મોબાઇલ કરી બલાવતા તે લાકડાના ધોકા સાથે ત્યાં આવી ચડયો હતો અને આરોપી બન્નેએ ફરીયાદીને ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો અને મયુરસિંહ ફરીયાદીના પગમાં લાકડાનો ધોકો મારતા તેને ઇજાઓ થતાં ાસરવારમાં ખસેડાયો હતો.

ફરીયાદી મોરબીના સવારના દૈનિકપત્રના પત્રકાર (એડવોકેટ)ના ભાઇ અને મોરબી પોલીસમાં ફરજ બજાવતા હેડ કો. મુકુંદભાઇ જોશીના પુત્ર થાય છે.(૮.૯)

 

(3:06 pm IST)
  • ફેહકુલ્વાયોની સિક્સર સાથે સાઉથ આફ્રિકાએ ચોથો વનડે 5 વિકેટે ભારત સામે જીતી લીધો : મેચમાં શીખર ધવનની નોંધાઈ જબરદસ્ત સદી : ભારતે આપેલ ૨૮ ઓવરમાં ૨૦૨ રનનો ટાર્ગેટ સાઉથ આફ્રિકાએ સરળતાથી પાર પાડ્યો : ભારત હજુ પણ સીરીઝમાં ૩-1થી આગળ access_time 1:56 am IST

  • મૈક્સિકોમાં ભૂકંપનો આંચકો : પશ્ચિમી પ્રશાંત કાંઠે 5,8ની તીવ્રતાનો ભૂકંપ : જલિસકો અને કોલીમાં રાજ્યની સીમા નજીક કિનારાથી 30 કી, મી, દૂર કેન્દ્રબિંદુ : નુકશાનના કોઈ અહેવાલ નથી access_time 9:22 am IST

  • ભારત અને પેલેસ્ટાઈન વચ્ચે છ કરારો થયાઃ પેલેસ્ટાઈનની મુલાકાતે ગયેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સન્માન માટે પેલેસ્ટાઈનનો આભાર માન્યો : બંને દેશો વચ્ચે આરોગ્ય, પર્યટન અને રમત-ગમત ક્ષેત્રે કરારો થયા access_time 5:50 pm IST