Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

હળવદના નિરાધાર પરિવારને રોટરી કલબ દ્વારા ટેન્ટ બાંધી દઇ ટીફીન દ્વારા ભોજન વ્યવસ્થા કરાઇ

હળવદ તા. ૧૦ : વિનોબા ગ્રાઉન્ડ માં ખુલ્લા આકાશ માં રહેતા એક પરિવારનીઙ્ગએંશી વર્ષ વટાવી ચૂકેલા માજીના ના એક દીકરાનું અવસાન થતાં આખા પરિવારની જવાબદારી આ ઉંમરે માજીના શિરે આવી પૂત્રવધુ પણ માનસિક બીમાર અને તેમના નાના ચાર સંતાનોની દેખરેખઙ્ગઆવકનું કોઇજ સાધન નહીં હોવાથી આખું પરિવાર ઘરે ઘરે ભીખ માંગીને પેટનો ખાડો પૂરતો હતો. ખાવાનું મળે ના મળે એવું બને તો ભૂખ્યા સૂઈ જાય.

રાત્રે જે ઝૂંપડામાં રાત વિતાવતા હતા તે પણ અકસ્માતે સળગી ગયું અને બધુજ પહેરવા ઓઢવાનું બળી ને ખાખ થઇ ગયું.ઙ્ગ શિયાળાની ઠંડીમાં આ આખો પરિવાર ઠૂંઠવાતો હતો

રોટરી કલબ ઓફ હળવદને આ પરિવારની પરિસ્થિતિ અંગે જાણ થતાં તુરંત જ સંભ્યો મદદે દોડી ગયા હતા.

બધાને સ્વેટર ધાબળા આપવામાં આવ્યા. અનાજ કરિયાનું લઈ આપવામાં આવ્યું હતુ પરંતુ કોઈ રાંધી ખવડાવી શકે એવું ઘરમાં કોઈ નહીં હોવાથી ટિફિન દ્વારા પૂરું ભોજન મળી રહે એવી વ્યવસ્થા કરી આપવામાં આવી.ઙ્ગ અને તાત્કાલિક ટેન્ટ બાંધીને તેમના માટે એક ઝૂંપડું ઉભું કરી આપવામાં આવ્યું.

આ પ્રોજેકટ ડોનેશન ચિનુભાઈ પટેલ પરિશ્રમ બાગ અને નર્સરી વાળા તરફથી આપવામાં આવ્યું હતું.ઙ્ગ

આ પ્રોજેકટને ચિનુભાઈ પટેલ રાજેન્દ્રસિંહ રાણા અને ગજેન્દ્રભાઈ મોરડીયાએ સફળ બનાવ્યો હતો.

(12:46 pm IST)