Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

જામખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ડોકટર સહિત સ્ટાફની જગ્યા ભરવા માંગ

ધારાસભ્ય વિક્રમભાઇ માડમની આરોગ્ય મંત્રીને રજુઆત

જામનગર તા.૧૦: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુખ્ય મથક એવા ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં ડોકટર્સ ટેકનીશ્યનોની ખાલી જગ્યા ભરવા તથા જરૂરી સાધન સામગ્રી વસાવવા ધારાસભ્ય વિક્રમભાઇ માડમે આરોગ્યમંત્રીને એક પત્ર આઠવી રજુઆત કરી છે.

પત્રએ જણાવ્યા મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયામાં સરકારી જનરલ હોસ્પિટલ  આવેલ છે. આ સરકારી હોસ્પિટલમાં મુખ્યત્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના તાલુકા એવા ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર તથા દ્વારકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગરીબ તથા મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર લેવા આવે છે. ત્યારે આ હોસ્પિટલમાં  સર્જન એમ.એસ.-૧, ઓર્થોે સર્જન-૧, ગાયનેકોલોજીસ્ટ-૪, ફીજીશ્યન-૨, રેડીયોલોજીસ્ટ-૧, પેડીયાટ્રીશ્યન-૨, સાયકીયાટ્રીક-૧ ઉપરાંત પેરા મેડીકલ સ્ટાફ-૧૦, નર્સીગ સ્ટાફ-૨, ડ્રાઇવર-૨ અને સ્વીપરની-૧૧ જગ્યાઓ લાંબા સમયથી ખાલી રહેવા પામેલ છે. આવી મહત્વની જગ્યાઓ ખાલી હોવાથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ગરીબ દર્દીઓને ના છુટકે મોંઘા ભાવની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબુર થવુ પડે છે. તદ ઉપરાંત આ હોસ્પિટલમાં સાધનો તેમજ દવાઓના પણ પુરતા પ્રમાણમાં જથ્થો કાયમી રીતે રહે તે પણ જરૂરી છે.

(12:43 pm IST)
  • રાજસ્થાનના ભીલવાડામાં હલવો ખાધા બાદ પાંચના મોત : ત્રણ ગંભીર : હોસ્પિટલમાં ખસેડાયા : ફૂડ પોઇઝનની અસર : હલવામાં કોઈ ઝેરી પ્રદાર્થ પડ્યો કે કેમ ? તપાસ શરૂ : એક ઘરમાં હળવો ખાધા બાદ તબિયત બગડી : ભીલવાડાના ભૂટેલમાં બનાવ access_time 9:23 am IST

  • જમ્મુ કાશ્મીર વિધાનસભામાં હોબાળોઃ પાકિસ્તાન વિરોધી સુત્રોચાર ભાજપના ધારાસભ્યોએ નારા લગાવ્યાઃ કેમ્પની બાજુમાં જ રહેતા હતા રોર્હિગ્યાઃ જૈશે રોહિગ્યાને બનાવ્યા હથિયાર access_time 2:03 pm IST

  • પ્રતિબંધ છત્તા તેજાબના ખુલ્લેઆમ વેચાણ વિરૂદ્ધ થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો : અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવાયું છે access_time 9:22 am IST