Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

અલંગ યાર્ડમાં શ્રમીકોની ખોલીયોમાં વિકરાળ આગ ૧૦ ખોલીઓ બળીને ખાખઃ ગેસના બાટલા ઉડયા ભારે ધડાકો : શ્રમીકોમાં નાસભાગ

ભાવનગર : જગવિખ્યાત અલંગ જહાજવાડામાં શ્રમિકોની ખોલીમાં ભયાનક આગ ભભુકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી.(વિપુલ હિરાણી)

ભાવનગર, તા., ૧૦: ભાવનગર નજીક આવેલા વિશ્વ વિખ્યાત અલંગ શીપબ્રેકીંગ યાર્ડ ખાતે આજે સવારે શ્રમીકોની ખોલીમાં ભયાનક આગ ભભુકી ઉઠતા અને ગેસના બાટલા હવામાં ઉડી ફાટતા ભારે ધડાકાના અવાજથી શ્રમીકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આગમાં શ્રમીકોની ૧૦ ખોલીઓ સળગી રાખ થઇ ગઇ હતી.

મળતી વિગતો મુજબ અલંગ જહામ્વાડમાં આવેલા પ્લોટ નં. ૧૯ની સામે આવેલ પરપ્રાંતિય શ્રમિકોની ખોલીઓમાં આજે સવારે એક ખોલીમાં કોઇ કારણોસર આગ ભભુકી ઉઠી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આજુબાજુ રહેલી ૧૦ ખોલીઓને પણ લપેટમાં લેતા આગથી મજુરોમાં નાસભાગ મચી ગઇ હતી. આગ એટલી ભયાનક હતી કે ખોલીમાં રહેલા ગેસના બાટલાઓ હવામાં ઉડયા હતા અને ધડાકા સાથે ફાટતા મજુરોમાં ભયની લાગણી ફેલાઇ ગઇ હતી.

આગની જાણ થતા જ અલંગ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો. અલંગ પોલીસનો સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

(12:21 pm IST)