Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

ધોરાજી પાલિકાની ચૂંટણીના ઇન્ચાર્જ ભાજપ અગ્રણી ઠેસીયા ઉપર છરી વડે હુમલો કરી ચેઇનની લૂંટ

ધોરાજી તા. ૧૦ : અહીંના ભાજપના અગ્રણી જયસુખભાઇ ચકાભાઇ ઠેસીયા ઉપર ગઇ રાતે છરી વડે હુમલો કરી સોનાના ચેઇનની લૂંટ ચલાવાયાનો બનાવ બનતા ચકચાર જાગી છે.

સુપેડી પાસે દારૂ ભરેલ  કાર મુકી નાસી ગયો

પી.આઇ. કે.આર.રાવતને મળેલ બાતમીના આધારે સુપેડી ગામ પાસે કારમાં દેશી દારૂ આવી રહેલ છે તે હકીકતને ધ્યાનમાં રાખી વોચ ગોઠવતા કારમાંથી દેશી દારૂનો જથ્થો પકડાયો હતો. જ્યારે જુનાગઢનો આરોપી પોલીસને જોઇ નાસી ગયો હતો. દેશી દારૂ કિંમત ૧૫૦૦૦ અને એક લાખ મોટરકાર કુલ મુદ્દામાલ એક લાખ પંદર હજારનો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

જયસુખભાઇ ઠેસીયા ભાજપની નગરપાલિકાની ચુંટણીના પ્રચાર પ્રસારના ઇન્ચાર્જ છે અને રાત્રીના વોર્ડ નં. ૬ની મુલાકાતે ગયેલ અને ત્યાં આ કામના આરોપીઓ સાથે બોલાચાલી થતાં આરોપીએ માર મારી છરીથી ઇજાઓ પહોંચાડીને તેના ગળામાં પહેરેલ સોનાનો ૩ તોલાનો ચેન આસરે કિંમત રૂ. ૬૦,૦૦૦ લૂંટ કરી અને ભાગી જતા જયસુખભાઇને સારવાર માટે ધોરાજી સરકારી દવાખાને સારવારમાં ખસેડાયા હતા અને આંગળીમાં ઇજાઓ થયેલ હતી.

આ અંગે પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે આઇપીસી કલમ ૩૯૫, ૫૨૬/૨ તથા જીપી એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરેલ હતા.

બનાવ અંગે જાણ થતાં ભાજપના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ ધોરાજી દવાખાને દોડી આવેલ હતા. આ બનાવ અંગે પીઆઇ કે.આર.રાવત તપાસ ચલાવી રહેલ છે.

(12:54 pm IST)