Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

ધોરાજી એસ.બી.આઇ. બેંકમાં અપૂરતા સ્ટાફને કારણે ગ્રાહકો પરેશાન

૩૦ હજારથી વધારે ગ્રાહકો ધરાવતી બેંકમાં કલાકો લાઇનમાં ઉભુ રહેવું પડે છે

ધોરાજી તા. ૧૦ : ધોરાજીમાં વિીવધ રાષ્ટ્રીયકૃત બેંકો આવેલી છે. જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં અપૂરતા સ્ટાફને કારણે હજારો બેંક ગ્રાહકોને રોજીંદી પરેશાની વેઠવી પડે છે.

ધોરાજી શહેરમાં અનેક રાષ્ટ્રીયકૃત બેંકો પૈકી એલ.બી.આઇ. બેંક સૌથી વધારે અંદાજે ૩૦ હજાર જેટલા ગ્રાહકો ધરાવતી બેંક છે. મળતી વિગતો પ્રમાણે ધોરાજી એસ.બી.આઇ.માં અનેક કલાર્ક અને કર્મચારીઓની ઘટ હોવાથી બેંક વ્યવહાર કરવા આવતા ગ્રાહકોએ કલાકો સુધી લાઇનમાં ઉભું રહેવું પડે છે.

વિશેષ વિગતો પ્રમાણે ધોરાજીની આસપાસના શહેરોમાં જેતપુર - ઉપલેટામાં એસબીઆઇ બેંકની વિસ્તાર મુજબ અલગ-અલગ બ્રાન્ચો આવેલી છે. જ્યારે ધોરાજી આખા શહેર વચ્ચે એસ.બી.આઇ.ની એકમાત્ર બ્રાંચ છે. આથી ગ્રાહકોએ પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. એસબીઆઇ બેંકમાં કામકાજ સબબ જતા બેંક ગ્રાહકો લાંબી કતારોથી કંટાળી પોતાના ખાતા બંધ કરાવી અન્યત્ર બેંકોમાં જઇ રહ્યા છે. આ બાબતે બેંકમાં સત્વરે ઘટતા કર્મચારીની નિમણૂંક થાય તેવું બેંક ગ્રાહકો માંગણી કરી રહ્યા છે.

(11:38 am IST)