Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

કાર-ડમ્પર વચ્ચે અકસ્માત અલંગના અગ્રણી વેપારીનું મોત

મણાર ગામ અને અલંગના તમામ ખાડાના વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખી શોકાંજલી પાઠવી

તળાજા, તા. ૧૦ : અલંગ સોસીયાશીપ બ્રેકીંગ યાર્ડના નામાંકિત અને તમામ વર્ગમાં લોકચાહના ધરાવતા વેપારી વિજયભાઇ બટુકભાઇ ભટ્ટ (ઉ.વ.પ૦) રે. ભાવનગર નિત્યક્રમ જુબ પોતાની અર્ટીકા કાર નં. જીજે-૦૪-સીઆર-૬૮ર૦માં અલંગના સાથી વેપારી મિત્ર કાનજી ધરમશીભાઇ ઇટાળીયા (રે. ભાવનગર)માં બેસી અલંગ પોતાના વ્યવસાય અર્થે આવી રહ્યા હતાં. કાર શૈલેષભાઇ જાની ચલાવતા હતાં.

સવારે ૮:૩૦ના સુમારે ત્રાપજ બંગલા નજીક પેટ્રોલ પંપ પાસેથી પસાર થઇ રહી હતી તેવા સમયે કપચી ભરેલા ડમ્પર ટ્રક નં. જીજે૪-એટી-ર૪૪૭ સાથે અકસ્માત સર્જાયો હતો. બંને વાહનો ટકરાયા કે કારનો બુકડો બોલી ગયો. ડમ્પર પલ્ટી મારી ગયું જેના કારણે કારમાં બેસેલ ત્રણેય મુસાફરોને ગંભીર ઇજા થવા પામેલ જેમાં વિજયભાઇ બટુકભાઇ ભટ્ટનું સ્થળ પર જ નિધન થયું હતું.

અકસ્માતના પગલે ધડાકો થતા રાહદારીઓ, આસપાસના સેવા ભાવીઓએ કારમાં ફસાયેલ ઇજાગ્રસ્તોને બહાર કાઢી ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવેલ હતાં.

કાનજીભાઇ ઇટાળીયાએ ડમ્પરના અજાણ્યા ચાલક વિરૂદ્ધ અકસ્માત સર્જી ઇજાઓ પહોંચાડી, સાહેદનું મોત નિપજાવ્યાની અલંગ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મૃતક વિજયભાઇ ભટ્ટ મણાર ગામના રહેવાસી હતા તેઓ તળાજા માર્કેટીંગ યાર્ડના ડિરેકટર રાજનભાઇ ભટ્ટ તથા જીલ્લા ભાજપના આગયવાન જીતુભાઇ ભટ્ટના પિતરાઇ ભાઇ થાય છે.

શીપ બ્રેકરો અને શીપનો માલ ખરીદતા વેપારીઓમાં મૃતક સારા વ્યકિતની લોકચાહના ધરાવતા હોઇ સવારે અકસ્માતના સમાચાર સાંભળી વેપારી વર્ગમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. મણાર ખાતે અંતિમ વિધિ સમયે પણ આખો દિવસ વેપાર-ધંધા બંધ રાખી વેપારીઓ, ગ્રામજનો સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

(11:30 am IST)
  • ભારત અને પેલેસ્ટાઈન વચ્ચે છ કરારો થયાઃ પેલેસ્ટાઈનની મુલાકાતે ગયેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સન્માન માટે પેલેસ્ટાઈનનો આભાર માન્યો : બંને દેશો વચ્ચે આરોગ્ય, પર્યટન અને રમત-ગમત ક્ષેત્રે કરારો થયા access_time 5:50 pm IST

  • જમ્મુ કાશ્મીર વિધાનસભામાં હોબાળોઃ પાકિસ્તાન વિરોધી સુત્રોચાર ભાજપના ધારાસભ્યોએ નારા લગાવ્યાઃ કેમ્પની બાજુમાં જ રહેતા હતા રોર્હિગ્યાઃ જૈશે રોહિગ્યાને બનાવ્યા હથિયાર access_time 2:03 pm IST

  • ભારત - દક્ષિણ આફ્રિકા મહિલા થર્ડ વનડે : ડુ પ્રીઝે દક્ષિણ આફ્રિકાને જીત અપાવી : છતાં ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી : સ્મૃતિ માંન્ધાનાને પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો access_time 12:56 am IST