Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

ભાવનગર સોનગઢમાં દીકરીને જન્મ આપનાર માતાઓનું સન્માન

ભાવનગર તા. ૧૦ : નજીકના સોનગઢ ગામે પરંપરા મુજબ ૬૯માં પ્રજાસત્તાક દિન ઉજવણી પ્રસંગે ગામના સરપંચે શ્રીમતિ અરૂબા જયુભા ગોહિલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ. ભૂતપૂર્વ લાયબ્રેરીયન નીતાબેન ઉમરાળીયાએ વિદ્યાર્થીઓને નાસ્તો આપી પ્રોત્સાહિત કર્યા હતા.

સોનગઢના નાગરિકો કરણસિંહ ચુડાસમા, ગુણુભાઇ ખસીયા તેમજ તાલુકા શાળાના આચાર્ય સોલંકીબેન, તાલુકા શાળાના શિક્ષકગણ પઠાણભાઇ, સોનગઢના મોઢેશ્વરી યુવક મંડળવાળા રમેશભાઇ પારેખ તેમજ ગામના પ્રતિષ્ઠીત શ્રેષ્ઠીઓ સહિત સોનગઢમાં દેવીપુત્રને ત્યાં જન્મેલ દીકરી (કન્યા)ને પંચાયત તરફથી પ્રમાણપત્ર તેમજ શ્રેષ્ઠીઓએ યોગ્ય ભેટ આપી તેમની માતાનું સન્માન કરેલ હતું.

પ્રાથમિક તેમજ તાલુકા શાળાના ધો. ૧થી ૮ના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક તેમજ રચનાત્મક કાર્યો દ્વારા યોગ, રમત-ગમત, રાષ્ટ્રગીત, નિબંધ સ્પર્ધા, પ્રજાસત્તાક દિવસને અનુરૂપ આ બધી સારી પ્રવૃત્તિ દ્વારા પ્રજાસત્તાક દિવસ શાનદાર રીતે પ્રેક્ષકગણોની હાજરીમાં ઉજવેલ હતો.

(11:29 am IST)
  • ફિલ્મ મણીકર્ણિકાના નિર્માતાઓને મળી મોટી રાહત : બ્રાહ્મણ સમાજે ફિલ્મનો વિરોધ પાછો ખેંચ્યો : 5 ફેબ્રુઆરીના રોજ બ્રાહ્મણ સમાજએ કંગના રનૌતની આગામી ફિલ્મ 'મણીકર્ણિકા' સામે ઈતિહાસમાં ચેડાં કરવાનો દાવો કરીને વિરોધ કર્યો હતો : ફિલ્મ નિર્માતાઓનું આશ્વાશન મળ્યા બાદ બ્રાહ્મણ સમાજે પોતાનો વિરોધ પાછો લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે access_time 12:46 am IST

  • મૈક્સિકોમાં ભૂકંપનો આંચકો : પશ્ચિમી પ્રશાંત કાંઠે 5,8ની તીવ્રતાનો ભૂકંપ : જલિસકો અને કોલીમાં રાજ્યની સીમા નજીક કિનારાથી 30 કી, મી, દૂર કેન્દ્રબિંદુ : નુકશાનના કોઈ અહેવાલ નથી access_time 9:22 am IST

  • ભારત અને પેલેસ્ટાઈન વચ્ચે છ કરારો થયાઃ પેલેસ્ટાઈનની મુલાકાતે ગયેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સન્માન માટે પેલેસ્ટાઈનનો આભાર માન્યો : બંને દેશો વચ્ચે આરોગ્ય, પર્યટન અને રમત-ગમત ક્ષેત્રે કરારો થયા access_time 5:50 pm IST