Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

ભાવનગરમાં રવિવારે જિલ્લા કેમીસ્ટ એસો.ની સાધારણ સભા અને સંગઠન સમારોહ

ભાવનગર તા.૧૦ : જિલ્લા કેમીસ્ટ એસોસીએશન દ્વારા એક સાધારણ સભા તથા સંગઠન સમારોહનું રવિવારના રોજ રંગોલી પાર્ક ખાતે આયોજન કરેલ છે. જેમાંથી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશનના પ્રમુખ અલ્પેશભાઇ પટેલ, હોદેદારો તેમજ ફુડ એન્ડ ડ્રગ્ઝ કંટ્રોલના ડે.કમિશ્નર વી.આર.શાહ (ગાંધીનગર) માર્ગદર્શન આપશે.

વધુમાં તા.૧૮ના રોજ સ્ટેટ ફાર્મસી કાઉન્સીલ દ્વારા ભાવનગરની ફાર્મસી કોલેજ ખાતે સ્થળ ઉપર જ રીન્યુઅલ માટેનો કેમ્પ યોજેલ છે. જરૂરી ડોકયુમેન્ટ અને રીન્યુઅલ ફી સાથે સ્થળ ઉપર જ કાર્યવાહી કરી આપવામાં આવશે તેમજ તા.૧૭, ૧૮ ફેબ્રુઆરીએ શાંતિલાલ શાહ ફાર્મસી કોલેજ દ્વારા રીફ્રેશર કોર્સ પણ યોજનાર છે. ઉપરોકત ત્રણેય કાર્યક્રમ માટે સભ્યોએ રજીસ્ટ્રેશન કરાવી લેવુ તેમ જિલ્લા પ્રમુખ પ્રદિપભાઇ મહેતાએ એક યાદીમાં જણાવેલ છે.

(11:28 am IST)