Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

બાબરા તાલુકા પંચાયતની પેટાચુંટણીમાં ભાજપના રતીબેન ખુંટ બિનહરીફ

બાબરા તા. ૧૦ : બાબરા તાલુકા પંચાયતની ઉંટવડબેઠક પર ભાજપના ઉમેદવારઙ્ગ રતીબેનઙ્ગ સંજયભાઈ ખુંટ બીનહરીફ જાહેર કરવામાં આવેલા છે.

વિગતમુજબ ઉંટવડ બેઠક પરની પેટાચૂંટણીમા કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષનોઙ્ગઉમેદવાર ઉભા ન રહેતા આજે ફોર્મ ચકાસણી હોવાથી ભાજપના ઉમેદવાર સિવાય કોઈ પણ અન્ય ઉમેદવાર નો હોવાથી ચુંટણી અધિકારી ખીમાણીએ ભાજપના ઉમેદવારને બીનહરીફ જાહેર કરેલ હતાઙ્ગ

બાબરા તાલુકો કોગ્રેસ ના ધારાસભ્યઙ્ગ વીરજીભાઇ ઠુંમર નો ગઢ ગણાય છેઙ્ગ ત્યારે તેમના વિસ્તારમાંથી એક પણ આદિવાસી અનામત ઉમેદવાર મળ્યો નથી.

બીનહરીફ ઉમેદવાર રતીબેન સંજયભાઈ ખુંટને પુર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડ, માજીધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા, ભાજપના વરિષ્ઠ આગેવાનો બિપીનભાઇ રાદડીયા, તાલુકા ભાજપના પ્રમુખ નિતીનભાઇ રાઠોડ, બાબરા શહેર ભાજપના પ્રમુખ લલીતભાઇ આબલીયા, અલ્તાફભાઇ નથવાણી,ઙ્ગ દિપક કનૈયા સહીત આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.

(9:41 am IST)
  • પંચમહાલના કાલોલમાં કેમીકલ છોડાતા પ્રદૂષણઃ વેજલપુરમાં બેરલમાંથી કેમીકલ ઢોળાતા લોકોની આંખોમાં બળતરા થવા લાગી હોવાની ફરીયાદ access_time 5:48 pm IST

  • કલોલનાં દેવચોટીયા ગામે લાકડાના ફટકા મારી પતિએ કરી પત્નિની હત્યા access_time 2:03 pm IST

  • ભારત અને પેલેસ્ટાઈન વચ્ચે છ કરારો થયાઃ પેલેસ્ટાઈનની મુલાકાતે ગયેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સન્માન માટે પેલેસ્ટાઈનનો આભાર માન્યો : બંને દેશો વચ્ચે આરોગ્ય, પર્યટન અને રમત-ગમત ક્ષેત્રે કરારો થયા access_time 5:50 pm IST