Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ચોટીલામાં ૭૯ લાખની આંગડીયા લુંટમાં ૪ ઝડપાયા

તમંચો, કારતુસ સહિત ૪૪.૭૬ લાખનો મુદ્દામાલ જપ્‍ત : અન્‍ય ગુન્‍હામાં સંડોવણી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૦ : સુરેન્‍દ્રનગર જીલ્લાનાં ચોટીલામાં રૂા. ૭૮.૬૭ લાખની આંગડીયા લૂંટમાં પોલીસે ૪ શખ્‍સોને રૂા. ૪૪.૭૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે. ફરિયાદી ગિરીશભાઇ મહેન્‍દ્રભાઇ પુજારાએ આંતરીને બંદુકની અણીએ લુંટ કરીને નાશી છૂટયા હતા આ શખ્‍સોએ જુદી જુદી ચોરી-લૂંટની ઘટનાઓને અંજામ આપ્‍યો હતો.
આ કામે ઉંડાણપુર્વકની તપાસના અંતે એલ.સી.બી. શાખા સુરેન્‍દ્રનગરની ટીમને હકીકત મળેલ કે સદર ગુન્‍હામાં સુરેન્‍દ્રનગર જીલ્લાનો મોસ્‍ટ વોન્‍ટેડ આરોપી લખુભાઇ પુંજભાઇ ઉર્ફે આપાભાઇ ખાચર તથા તેના સાગરીતોએ ફુલપ્રુફ પ્‍લાન બનાવી ગુન્‍હાને અંજામ આપેલ હોવાની હકીકત સ્‍પષ્ટ થતા તે દિશામાં સધન તપાસ કરતા હ્યુમન સોર્સથી મળેલ ચોકકસ હકીકત આધારે આરોપી (૧) ચાપરાજભાઇ બાબભાઇ ખવડ ઉવ.૪૨ રહે.સેજકપર તા.સાયલા હાલ રહે.ચોટીલા અપનાનગર વાળાને ચોટીલા થી તથા આરોપી (ર) લખુભાઇ પુજભાઇ ઉર્ફે આપાભાઇ ખાચર ઉવ.૪૩ મુળ રહે.સોમાસર તા.મુળી હાલ રહે.મોટા છૈડા તા.જી.બોટાદ વાળાને બોટાદ જીલ્લાના સાળંગપુર મુકામેથી દિલધડક ઓપરેશન હાથ ધરી પકડી પાડવામાં આવેલ અને મજકુર આરોપીઓને સાથે રાખી ચોટીલા વિસ્‍તારમાં તપાસ હાથ ધરી લુંટમાં સંડોવાયેલ અન્‍ય આરોપી (૩) આંબાભાઇ પાંચાભાઇ ડાભી ઉવ.૪૫ ધંધો.ખેતી રહે.ચીરોડા (ઠા) તા.ચોટીલા તથા (૪) લાલદાસ રવિદાસ મેસવાણીયા ઉવ.૨૮ રહે.અજમેર તા.વીછીયા વાળાઓને પકડી તેઓ પાસેથી સદર લુંટમાં ગયેલ રોકડા રૂપિયા પૈકી રોકડા રૂા.૪૪,૦૩,૧૬૦/- તથા ગુન્‍હામાં ઉપયોગ કરેલ હથિયાર તમંચો-૧, જીવતા કારતુસ-૯, મો.સા.-૨, મોબાઇલ ફોન-૪ તથા અન્‍ય મળી કુલ રૂ.૪૪,૭૬,૫૬૦/- નો મુદામાલ કબ્‍જે કરવામાં આવેલ છે.
 નાયબ પોલીસ મહાનીરીક્ષક સંદિપ સિંઘ, જીલ્લા પોલીસ અધિક્ષક મહેન્‍દ્ર બગડીયાની સુચનાથી આ કામગીરી
એમ.ડી.ચૌધરી પોલીસ ઇન્‍સપેક્‍ટર એલ.સી.બી. સુરેન્‍દ્રનગર તથા પો.સબ.ઇન્‍સ.શ્રી વી.આર.જાડેજા તથા એ.એસ.આઇ. વાજસુરભા લાભુભા તથા નરેન્‍દ્રસિંહ દિલાવરસિંહ તથા જુવાનસિંહ મનુભા તથા ભુપેન્‍દ્રભાઇ જીણાભાઇ તથા નિકુલસિંહ ભુપતસિંહ તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા પો.હેડ.કોન્‍સ. અમરકુમાર કનુભા તથા અનિરૂધ્‍ધસિંહ અભેસંગભા તથા ચમનભાઇ જશરાજભાઇ તથા પો.કોન્‍સ. અશ્વિનભાઇ ઠારણભાઇ તથા ગોવીંદભાઇ આલાભાઇ તથા અનિરૂધ્‍ધસિંહ ભરતસિંહ તથા જયેન્‍દ્રસિંહ જેઠીભા તથા અજયસિંહ વિજયસિંહ તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા કલ્‍પેશભાઇ જેરામભાઇ તથા નિર્મળસિંહ મંગળસિંહ તથા કુલદીપસિંહ હરપાલસિંહ તથા સંજયસિંહ ઘનશ્‍યામસિંહએ કરી હતી.

 

(3:45 pm IST)