Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

જુનાગઢમાં કોરોનાનો વિસ્ફોટ બે દિવસમાં ૮૧ કેસ

૭૩ કન્ટેનમેન્ટ ઝોનમાં ૬૦ર લોકોનો સમાવેશ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૦ :  જુનાગઢમાં કોરોનાનો વિસ્ફોટ થતા છેલ્લા બે દિવસમાં ૮૧ કેસ નોંધાતા લોકોમાં ગભરાટ ફેલાયો છે.

જુનાગઢ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાએ રફતાર પકડી છે. અને નવા કેસ સતતત વધી રહ્યા છે શનિવારે જુનાગઢમાં ૩૬ કેસની એન્ટ્રી થયા બાદ ગઇકાલે રવિવારે ૪પ કોરોના પોઝીટીવ આવતા બે દિવસમાં કોરોનાનો ગ્રાફ ચિંતજનક રીતે ઉંચો જવા પામ્યો છે.

બે દિવસમાં જુનાગઢનાં કેસ સહિત જિલ્લામાં કુલ ૮૭ કેસ નોંધાયા હતા આમ જુનાગઢ સીટીમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ જતા લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે.  જુનાગઢમાં કોરોનાનો રાફડો ફાટતા ૭૩ કન્ટેનમેન્ટ ઝોનમાં ૬૦ર લોકોનો સમાવેશ કરાયો છે.

(1:24 pm IST)