Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

અમરેલી જીલ્લામાં કોરોના પોઝીટીવ ૧૬ કેસઃ પ૪૬ ગામમાં ૧૦૦ ટકા રસીકરણ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૧૦: અમરેલી  જીલ્લામાં કોરોના પોઝીટીવ ૧૬ કેસ નોંધાયા છે.

જેમાં અમરેલીમાં ૧૧ ધારીમાં ૧ તથા બાકીમાં ૧ અને સાવરકુંડલામાં ૩ મળી કુલ ૧૬ કેસો થયા છે.

ગઇકાલે જીલ્લામાં ૬૬ર સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાં અમરેલી ૯૦, બાબરા ૪૬, બગસરા ૧૬, ધારી ૭પ, જાફરાબાદ ૩૮, ખાંભા પ૦, કુંકાવાવ ૩૯, લાઠી ૧ર૬, લીલીયા ૩૧, રાજુલા ૭૩, સાવરકુંડલા ૬ર, અન્ય ૧૬ મળી કુલ ૬૬ર માંથી ૧૬ કેસો પોઝીટીવ.

આજ સુધીમાં ૨૪૮૧નું રસીકરણ થયું હતું. કુલ પ૪૬ ગામમાં ૧૦૦ ટકા રસીકરણ કામગીરી પુરી કરવામાં આવી છે.

(1:23 pm IST)