Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

માડમ દ્વારા ખેતીપાકને થયેલ નુકશાનનું વળતર ચુકવવા રજુઆત

જામનગર,તા. ૧૦ : સંસદીય મતવિસ્તારના જામનગર/ દેવભૂમિ દ્વારકા અને મોરબી જીલ્લાના વિસ્તારોમાં ગામોમાં કમોસમી વરસાદના કારણે જીરૂ, ચણા, ઘઉં, ધાણા, કપાસ વિગેરે પાકોને નુકશાન થવા  પામેલ છે. જે અંગે સર્વે કરાવીને ખેડૂતોના પાકને થયેલ નુકશાનનું વળતર ચુકવવા સંસદસભ્ય પૂનમબેન માડમએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલને રજુઆત કરેલ છે.

(1:22 pm IST)