Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

સાવરકુંડલા : ગાંધીજીના મુલ્યો અમર રહે તેવી લાગણી વ્યકત કરતા કોંગ્રેસના આગેવાનો

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૧૦ :  અમરેલી કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ગાંધી બાગ ખાતે ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરી સુતરની આંટી પહેરાવી અને દેશમાં ગાંધીજીના મૂલ્યો ને આગળ વધારવા માટે શ્રી વિરજીભાઇ ઠુંમર અર્જુનભાઈ સોસા ટીકુ ભાઈ વરુ અધ્યારુ અનકભાઈ બોરીસા રાજવીર ભાઈ ઝાલા કે કે વાળા જે પી સોજીત્રા હિતેશ ભાઈ માંજરીયા શંભુભાઈ દેસાઈ રાજુભાઈ ઠાકોર હિરેનભાઈ સોજીત્રા રાજુભાઈ સાથળીયા જમાલભાઈ મોગલ વગેરે એ  પ્રાર્થના કરી દેશમાં ગાંધીજી ના મુલ્યો અમર રહે તેવી લાગણી દેખાડી વર્તમાન સમયમાં વિશ્વનાં મહામાનવ અને ભારતનાં રાષ્ટ્રપીતા એવા મહાત્માં ગાંધીજીનાં ગૌરવને કલંકીત કરવાના કેટલાક લોકો નિંદનીય કાર્ય કરી રહ્યા છે. આજનાં સમયમાં વિશ્વભરનો રાષ્ટ્રો ગાંધીનાં મુલ્યો અને આદર્શોનું અનુચરણ કરવા કટીબધ્ધ થઈ રહ્યા છે ત્યારે ભારતમાં કેટલાક લેભાગુ તત્વો દ્વારા દેશનાં સપુત અને વિશ્વનાં સર્વમાન્ય નેતાનાં ગૌરવને હાની પહોંચાડવા સતત પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે વિશ્વમાં ભારતીય સંસ્કૃતી અને સભ્યતાને ખુબ જ નુકશાન થઈ રહ્યું છે અને વિશ્વ પટલ પર દેશની હાસી પાત્ર થઈ રહ્યો છે.પોતાના રાજકીય સ્વાર્થ ખાતર દેશની મહાન સભ્યતા અને સંસ્કૃતીને હાની પહોંચાડનાર આવા તત્વોનો અમો ભારતીય નાગરીક તરીકે સખત વિરોધ નોંધાવીએ છીએ.

મહાત્મા ગાંધીજીના ગૌરવ અને મહાનતાને હાની પહોંચાડનાર બેશર્મીઓને ઇશ્વર સદ્દબુધ્ધી આપે અને લેભાગુ તત્વો દ્વારા મહાત્માં ગાંધીજીના ગૌરવને હાની પહોંચી છે તે બદલ અમો સહુ મહાત્માં ગાંધીજીની ક્ષમાં યાચનાં કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે ભારતમાં રહેતા આવા નાસમજ નાગરીકોને ઇશ્વર સદ્દબુધ્ધી આપે.

આ પ્રસંગે શહેરના ગાંધીબાગ ખાતે આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમા સમક્ષ પ્રાર્થના સભા રાખેલ તેમાં લાઠી-બાબરા વિસ્તારનાં ધારાસભ્ય અને પૂર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમર, પુર્વ કોંગ્રેસ પ્રમુખશ્રીઓ ઠાકરશીભાઇ મેતલીયા, અર્જુનભાઇ સોસા, મુજફ્ફર હુસૈન સૈયદ શંભુભાઇ દેસાઇ, પુર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેનીબેન ઠુંમર, પુર્વ ઉપપ્રમુખશ્રી કોંગ્રેસપક્ષ જીતુભાઇ વાળા, આંબાભાઇ કાકડીયા, કે.કે.વાળા, નરેશભાઇ અધ્યારૂ, રફીકભાઇ મોગલ,જે.પી.સોજીત્રા, હિરેનભાઇ સોજીત્રા, નટુભાઇ સોજીત્રા, જે.પી.ગોલવાળા હિતેષભાઇ માંજરીયા, ટીકુભાઇ વરૂ, પોપટલાલ દામાણી, બી.કે.સોળીયા સહિત ગાંધી વિચારને જીવંત રાખનારા શહેરના નામાંકિત અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી પ્રાર્થના કરેલ હતી.

(12:50 pm IST)