Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

મોદીની મુલાકાત વેળા પંજાબની કોંગ્રેસ સરકાર દ્વારા દાખવવામાં આવેલ બેદરકારી મુદ્દે જામનગર શહેર ભાજપ દ્વારા ''કોંગ્રેસ-સદ્દબુધ્ધિ મૌન ધારણા''

જામનગર : મોદીજીની પંજાબ મુલાકાત દરમિયાન કોંગ્રેસની પંજાબ સરકાર દ્વારા બેદરકારી ભર્યું વલણ દાખવવામાં આવેલ તથા સુરેક્ષામાં ચૂક દાખવવામાં આવેલ, આ અન્વયે ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા ''કોંગ્રેસ-સદબુદ્ધિ મૌન ધરણાં'' કરવામાં આવેલ.  વડાપ્રધાન   નરેન્દ્રભાઈ મોદી સાથે પંજાબમાં બનેલ ઘટના થી દેશભર માંથી ઠેર ઠેર રોષ ઠાલવવામાં આવી રહ્યો છે, શહેર-શહેર અને ગામ ગામ કેન્ડલ માર્ચ,  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ધાયુ અર્થ મહામૃત્યુંજયના જાપ કરવામાં આવી રહ્યા છે. આ તબ્બકે કોંગ્રેસ શાષિત રાજ્યોમાં કેવી સુરેક્ષા છે, કોંગ્રેસના સાશકો અને હાઈકમાન્ડની આવડતનું નિદશેન આ ઘટના થી થયું છે.  ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રસ-સદ્બૃદ્ધિ મૌન ધરણાં કાર્યક્રમ આપવામાં આવેલ. ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા ''કોંગ્રેસ સદબુદ્ધિ મૌન ધરણા'' કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વમંત્રી અને ધારાસભ્ય આર.સી.ફળદુ,  પુર્વમંત્રી અને ધારાસભ્ય ધમેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, મહામંત્રી પ્રકાશભાઇ બામણિયા, વિજયસિહ જેઠવા, મેરામનભાઈ ભાટુ, સ્ટે. કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, સાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોશરાણી, પૂવ શહેર અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, મુકેશભાઈ દશાણી, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, અમીબેન પરીખ, શિક્ષણ સમિતિ ચેરમેન આકાશભાઈ બારડ, જીતુભાઇ લાલ, સહિત કોર્પોરેટરો, શહેર સંગઠનના હોદેદારો, મોરચાના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાગેવ ઠાકરની યાદીમાં જણાવવામાં આવેલ છે.

(12:48 pm IST)