Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

પડધરીમાં કોરોના કેસ ન ફેલાય તે માટે ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરાવાશે

પીએસઆઇ આર.જી.ગોહિલના અધ્યક્ષસ્થાને મીટીંગ યોજાઇ

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી તા. ૧૦ : વૈશ્વીક મહામારી નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ની સંભવિત ત્રીજી લહેરથી બચવા માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે પડધરી પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઇ. આર.જી.ગોહિલના અધ્યક્ષ સ્થાને મીટીંગનું આયોજન કરવામાં આવેલ જેમાં પડધરી ગ્રામ પંચાયત સરપંચ ડો.વિજયભાઇ પરમાર, ઉપસરપંચ ચેતનસિંહ જાડેજા વેપારી એશોસીએશન આગેવાન અશોકભાઇ રાઠોડ, રાહુલભાઇ કોટક, કૌશીકભાઇ ડી.કોટક તેમજ વેપારી આગેવાનો ઉપસ્થિત રહેલ. હાલ પડધરી શહેર અને તાલુકા વિસ્તારમાં કોરોના સંકલીત કેસોની પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં હોય જે જાળવી રાખવા અને લોકો કોરોના સંક્રમિત ન થાય તેઓ લોકો સતર્ક રહે છે પણ ખાસ જરૂરી છે કોરોના ફેલાતો અટકાવવા માટે લોકોએ ફરી માસ્ક, સેનીટાઇઝેશન અને સોશ્યલડિસ્ટનભંગના નિયમોનું પાલન કરે જે અત્યંત જરૂરી છે. કોરોનાને ગંભરતાથી લેવાની સલાહ આપી ડર નહી પણ સાવચેતી રાખવા જણાવવામાં આવેલ સંભવીત મહામારીના સમયમાં આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ તેમજ વહીવટી તંત્રનીજ માત્ર ફરજ નહી પરંતુ સ્થાનીક રાજકીય આગેવાનો, પંચાયત રાજના, પદાઅધિકારી તેમજ સમાજ સેવી સંસ્થા અને મંડળો આગળ આવી લોકોને કોરોના ગાઇડ લાઇનના નિયમોનું પાલન કરી કોરોના ફેલાતો અટકાવવા માટે માંગદર્શન આપી સહયોગ આપે.

(12:48 pm IST)