Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ઘેડ પંથકમાં ઓર્ગેનીક ખેતીનો પુનઃ પ્રારંભઃ રોકડીયા પાક તરીકે મગફળી તથા પ્રાયોગીક

ધોરણે સંતરા, ચીકુ, દાડમ અને લીલા અંજીરનું વાવેતર

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, ત., ૧૦: ઘેડ પંથકમાં ખેડુતો ફરી ઓર્ગેનીક ખેતી તરફ વળી રહયા છે. તેઓ રોકડીયા પાક તરીકે મગફળી તથા પ્રાયોગીક ધોરણે સંતરા, ચીકુ, દાડમ અને લીલા અંજીરનું વાવેતર કરી રહયા છે.

ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનાગઢ સાથે જોડાયેલ પોરબંદર જીલ્લા અને તાલુકાના ખાપટ ફાર્મ ખેતી પાક સંશોધન માટે કાર્યરત છે. ખાપટ ફાર્મ પોરબંદરમાં જેઠવા વંશના રાજવીનું રાજય શાસન હતુ ત્યારથી કાર્યરત હતું. રાજવીઓએ ખેતી માટે ખેડુત સમૃધ્ધીની ચિંતા કરી છે. કિસાન પુત્રો ખેતી બાગાયતી ક્ષેત્રે વિકાસ કરી શકશે. ખેત સમૃધ્ધી વધે તે દિશા નબળા ખેડુતને તેમજ કિસાન પુત્ર એગ્રીકલ્ચર ખેતી-બાગાયત જ્ઞાન મેળવી રાજયની સમૃધ્ધી વધારી શકે અને તેને પ્રોત્સાહીત કરવા પોરબંદર રાજયે રાજય તરફથી સ્કોલરશીપ આપી પ્રોત્સાહીત કરવા પોરબંદર રાજયે રાજય તરફથી સ્કોલરશીપ આપી પ્રોત્સાહીત કરવા અલગ એગ્રીકલ્ચર ભંડોળ ફાળવેલ અને કૃષિ ક્ષેત્રે અભ્યાસ  કરવા ઉત્સુક વિદ્યાર્થીને રાજય તરફથી ખાસ સ્કોલરશીપ આપવામાં આવતી અને વર્તમાન સ્થિતિએ પણ પોરબંદર રાજયની સ્કોલરશીપ આપવામાં આવી છે.

દેશી રજવાડાના વિલીનીકરણ પછી પોરબંદરના રાજવીએ સમદ્રષ્ટિ ધરાવતા વિકાસ શીલ અને લોકચાહના ધરાવતા એડવોકેટ-ધારાસભ્યો -રાજયકક્ષા ત્યાર બાદ કક્ષાના નાણામંત્રીશ્રી તેમજ સંસદસભ્ય જીપીસીસી પ્રમુખ કિશાન પુત્ર સ્વ. માલદેવજીભાઇ ઓડેદ્રાને જવાબદાર ટ્રસ્ટી નિમી આ ફંડ સોંપેલ અને સ્વ.માલદેવજીભાઇ ઓડેદ્રાએ આ જવાબદારી ફરજ નિષ્ઠાથી નિભાવી હાલ આ જવાબદારી પોરબંદર પુર્વ સાંસદ ભરતભાઇ ઓડેદ્રા નિભાવ્યા અને સુદામા ચોક, મામા કોઠા સામે આવેલ નેશનલ પેટ્રોલીયમની દુકાન ઉપરના ભાગે ઓફીસ કાર્યરત હતી.

પોરબંદર રાજય સને ૧૯૪૮માં સૌરાષ્ટ્ર રાજયને સોંપાણુ ત્યારે ખાપટ ફાર્મ કૃષી વિકાસ પાક ઉત્પાદન પ્રગતી ખેડુત સમૃધ્ધી વિશેષ સંશોધન પ્રયોગ કરતા તેઓશ્રીએ પોરબંદર ખાપટ ફાર્મમાં કલકતી મીઠી અને બંગલો પાનનું વાવેતર કરી પ્રગતી કરેલ પરંતુ સમયન પરિવર્તન સાથે  પ્રગતી મુરજાણી છે.

પોરબંદરના  મુખ્ય પાકમાં જુવાર, ગુંદરી, કપાસ યાને પોણ ઘઉ, બાજરો, ચણા, શાકભાજી બરડા વિસ્તારમાં ખેડુત પકવતા હાલ પરિસ્થિતિ પલટાયેલ છે. ખેડુત રોકડીયા પાક તરીકે માંડવીની ખેતી કરે છે. બરડા વિસ્તારન ખેડુતે પ્રગતી કરી છે. ઓર્ગેનીક ખેતી પુનઃ શરૂ કરેલ છે. હાલ બરડા વિસ્તારમાં આમ્ર કેરીનું વાવેતર ખારેક, કેટલક પ્રગતીશીલ ખેડુતે પ્રાયોગીક ધોરણે મોસંબી, સંતરા, ચીકુ, દાડમ, લીલા અંજીરનું પણ વાવેતર કરેલ છે. પરંતુ આમ્ર કેરીમાં સફળત મળી. બરડા વિસ્તારની કેસર, હાફુસ, લંગડો, રસની કેરી મારકેટ છે. ખારેક ચોમાસા પાક પણ સરી આવક છે. બરડાનો ખેડુત વિકાસમાં આગળ છે. પ્રગતીશીલ ગણાય છે.બરડા વિસ્તારન ખેડુતે બટેટાનું પણ વાવેતર કરેલ ખાપટ કોલીખડાની જમીનમાં ઉત્પાદન થતુ પરંતુ ગમે તે કારણસર    બટેટાનું ઉત્પાદન અટકી ગયું.

ઢાલની બીજી બાજુ ઘેડ વિસ્તાર કૃષિ પાક ક્ષેત્રે જોઇએ તે પ્રમાણમાં વિકસીત થયેલ નથી. ઘેડના અમુક વિસ્તારના સિવાય ખેતી  ઉત્પાદનમાં પાછળ છે. તેના કારણમાં ચોમાસા દરમ્યાન ઉપરવાસમાંથી આવતી લોકમાતા ભાદર-ઓઝત-મધુવંતીના નીર ઘેડ વિસ્તારમાં પથરાઇ જતા આ વિસ્તાર તરફ પાણીથી ભરપુર રહે છે. ચોમાસુ પુર્ણ થયા બાદ આશરે ત્રણથી ચાર માસ બાદ ખેતરમાં પાણી સુકાતા રવિ પાકની મોસમ લઇ શકાય છે. વર્તમાન સમયમં વિજ્ઞાનક પધ્ધતી સાધનોનો ઉપયોગ થઇ શકે છે. પરંતુ દેશી રજવાડાના સમયમાં મર્યાદીત સાધનો દ્વારા ઘેડ વિસ્તારમાં ખેતી થતી આ વિસ્તારનો ખેડુત આર્થીક રીતે સધ્ધર નહીવત છે.

પોરબંદર રાજયના જુના રેકર્ડ આધારીત ઘેડ વિસ્તારમાંનો મુખ્ય પાક, ગુંદરી-જુવાર-લાલકાંઠા ઘઉ (લાલ ટુકડા ઘઉં) સફેદ ટુકડા ઘઉં લાલ કળા કમોદ ચોખ્ખા દેશી લસણ ડુંગળી, મરચા, બાસરીયા મગ (આ મગ જીણા અને કાળા હોય છે પરંતુ મીઠાશ અનેરી હોય છે) ચણા દેશીવાલ (ઓરીયા) અડદ મુખ્ય પાક છે. ખેડુતોને મહેનત વધુ પડતી કરવી પડતી હોય પોષણક્ષ્મ ભાવ ન મળત કમોદનો પાક નહીવત થઇ ગયો. અમુક ખેડુત પાક લ્યે છે. તેવી રીતે લાલ કાંઠ (ટુકડા) સફેદ ટુકડા ઘઉંનું ઉત્પાદન પણ અમુક જ વિસ્તારમાં કરે છે. જો કે સરકાર તરફથી ઘેડ વિસ્તારની ખેતીના વિકાસમાં ઉદાસીનતા રહી છે. ખેત સમૃધ્ધીની વાતો કરે છે. પરંતુ ઘેડ વિસ્તારની ખેતીનો વિકાસ પાછળ કાગળ દોડે છે. જુનાગઢ સ્થાયી કૃષિ યુનિવર્સિટી પણ ઘેડ પંથક કૃષિ વિકાસમાં ઉંડો રસ ધરાવતી નથી. જે તે સમયે કુતીયણ તાલુકાના તાલુકાના અમીપુર (ઘેડ વતની પુર્વ જુનાગઢ જીલ્લા પંચાયત પ્રમુખ તેમજ સૌરાષ્ટ્ર-ગુજરાત રાજયના કૃષિ મંત્રી કબીરપંથી મહંત વિજયદાસજીએ ઓઝત નદી પર બંધ બંધાવી સાત ગામને જીવતદન આપેલ છે. આ બંધ અમીપુર ગામ નજીક બાંધેલ છે. ઓઝત નદી એક વેધલી નદી નામ છે.

વર્તમન સમયમાં ઘેડ વિસ્તારમાં ખેડુતો સ્વયંમ સ્ફુર્ણાથી શકય છે. ત્યાં પાક લેવામાં પ્રગતી કરી છે. મગફળી, કપાસ પાક લેતા થયા છે. તેમજ ઘઉં ઉત્પાદન વધાર્યુ છે. તેમને પિયત કરી ઉચ્છેરાય છે. જયારે ઘેડ વિસ્તારન અમુક ભાગમાં રવિ પાક લેવાય છે. દેશીવાલ, દેશી બાસરીયા, મગ, ચણા લેવાય છે. તેમને પાણી જરૂરત નહીવત રહે છે અને અમુક જમીન એવી છે કે વાવેતર કર્યા પછી પાણીની જરૂર પડતી નથી. ઇ.સ. ર૦ર૧માં અતિરેક જમીનનું ધોવાણ થત ખેડુતને મુશ્કેલી પડી પાણીની જરૂરત ઉભી થતા ઘેડ પંથકના રાણાવાવ-કુતિયાણાના એનસીપીના ધારાસભ્ય  કાંધલભાઇ જાડેજાએ બાંટવાના ખારા ડેમમાંથી સરકાર પાસેથી પાણી વહેચાતુ લઇ ઘેડ વિસ્તારન ૧ર બારગામ  ખેડુતોને પાણી પુરૂ પાડી ખેતીને જીવતદાન આપેલ હતું.

સરકારની નીતી વિકાસ માટે અવધ ભરેલ અપષ્ટ છે બે મોઢાની વાતો કરે છે. જેના કારણે ખેતી વિકાસ રૃંધાય છે. ખેડુતોને સમયસર સહાય ન મળે તો આપઘાત કરવાની ફરજ પડે છે. કિસ્સા પણ નોંધાયેલ છે. સરકારની નીતી સ્પષ્ટ નથી.

(1:28 pm IST)