Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

મોરબીના જેતપુરથી રાપર નવા રોડની મેરજાએ મુલાકાત લીધી

કામમાં બેદરકારી માટે કંપની સજા ભોગવવા તૈયાર રહે : મંત્રી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૦ :  મોરબી તાલુકાના જેતપુર મચ્છુથી રાપર સુધીના નવા મંજૂર કરાયેલ રસ્તાના ડામર સપાટીના કામની ચાલી રહેલ કામગીરીની મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ ઓચિંતી મુલાકાત લીધી હતી.

મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મુલાકાત લેતા સ્થળ ઉપર મજૂરો દ્વારા થઈ રહેલ કામગીરીને નિહાળી હતી.જેમાં નક્કી કરેલ પ્રમાણ મુજબ સિમેન્ટ વાપરવાની હોય તેમાં કચાસ દેખાતા સ્થળ પરથી જ બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયાએ સંબંધિત ઇજનેરોને તાકીદ કરી હતી. આ નબળું કામ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે જે કોઈપણ એજન્સી હોય નબળા કામની સજા ભોગવવા તૈયાર રહે તેવી તાકીદ કરવામાં આવી હતી.

આ ઉપરાંત મટીરીયલને કવોલિટી કન્ટ્રોલમાં મોકલવા માટે મંત્રી બ્રિજેશભાઈ મેરજા કોથળીમાં મટીરીયલ સાથે ગુણવત્ત્।ાની ચકાસણી માટે મોકલવા જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર ને સ્પષ્ટ સૂચના આપી હતી અને લેબોરેટરીમાં ચકાસણી કરવામાં આવે અને આ નબળી ગુણવત્ત્।ાના મટીરીયલ સબબ એજન્સી અને કામના સુપરવિઝન કરતાં અધિક મદદનીશ ઇજનેરોને યોગ્ય ઠેરવવા સુચના આપી હતી.વધુમાં મંત્રીએ આ એકમાત્ર રસ્તાનું નહિ પણ મોરબી માળીયામાં જયાં પણ આવા રસ્તાના કામો ચાલુ છે, ત્યાં કયાંય પણ આ પ્રકારની મટિરિયલની કચાસ ચલાવી લેવામાં નહીં આવે તેમ સ્પષ્ટ કહ્યુ હતું. આમ સ્થળ પર મંત્રીની ઓચિંતી મુલાકાતથી ઇજનેરો અને કોન્ટ્રાકટરોમાં ફફડાટ મચી ગયો હતો. તેમજ લોકોએ પણ પ્રજા સેવકના આવા કામની સરાહના કરી હતી.

(12:43 pm IST)