Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

મુળીના વેલાળા પાસે અકસ્માતમાં ઘવાયેલા અભયનું રાજકોટમાં મોત

ચાર દિવસ પહેલા સગીર બાઇક લઇને જતો'તો ને બીજા બાઇક ચાલકે હડફેટે લેતા ઇજા થઇ હતી

રાજકોટ તા. ૧૦: મુળી તાલુકાના વેલાળા ગામ પાસે બે બાઇક વચ્ચે અકસ્માતમાં ઘવાયેલા સગીરનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ વેલાળા ગામમાં રહેતા અભયભાઇ ભરતભાઇ રંગપરા (ઉ.વ. ૧પ) ગત તા. ૬ના રોજ પોતાનું બાઇક લઇને જતો હતો ત્યારે ગામ પાસે અજાણ્યા બાઇકના ચાલકે ઠોકર મારતા અભયને માથા તથા શરીરે ઇજા થઇ હતી બાદ તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું ગઇકાલે સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના ઇન્ચાર્જે પ્રાથમીક કાગળો કરી મુળી મોકલવા તજવીજ હાથ ધરી છે.

(11:41 am IST)