Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

પાલિકાના નિર્ણયોનાં વિરોધમાં બગસરા અડધો દિ' બંધ

લાઇટ વેરો દાખલ કરવો, ડોર ટુ ડોર કચરા કલેકશનની કામગીરી ખાનગી એજન્સીને સોંપવી સહિતનાં મુદ્દે કોંગ્રેસનો આક્રોશ

(દર્શન ઠાકર દ્વારા)બગસરા,તા.૧૦: બગસરા નગરપાલિકા દ્વારા આગામી સામાન્ય સભામાં લેવાનારા નિર્ણયના વિરોધમાં બગસરા શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે બગસરા શહેર અડધા દિવસ બંધ માટે એલાન કરેલ છે.

વિગત અનુસાર બગસરા નગરપાલિકા દ્વારા તારીખ ૧૦ ને સોમવારના રોજ સામાન્ય સભાનું આયોજન કરેલ છે આ સામાન્ય સભાના એજન્ડામાં દર્શાવેલ વિગતો શહેર માટે ખૂબ જ નુકશાન કરતા હોય વિરોધ પક્ષ દ્વારા આ મુદ્દાઓ પાછા ખેંચવા માંગ કરેલ છે સાથે સાથે બગસરા શહેર અડધા દિવસ માટે બંધનો પણ એલાન શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. બગસરા નગરપાલિકા સત્ત્।ાપક્ષ દ્વારા બહાર પાડવામાં એજન્ડામાં ભૂગર્ભ ગટર તથા, લાઇટ વેરો દાખલ કરવા, અટલજી પાર્ક, એમ્બ્યુલન્સ તથા જાહેર સ્મશાનો નું સંચાલન સંસ્થાઓને સોંપવા, ડોર ટુ ડોર કચરા નું કલેકશન ખાનગી એજન્સીઓને આપવા, વગેરે મુદ્દાઓ વિરુદ્ઘ કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો તેમજ ઉપરોકત સેવાઓ ખાનગી સંસ્થાઓને સોંપવામાં આવશે તો ભવિષ્યમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થવાની ભીતિ દર્શાવી હતી. શાસક પક્ષ આવી જવાબદારીઓમાંથી મુકત ન થઈ શકે ના નારા સાથે સોમવારના રોજ કોંગ્રેસ દ્વારા બગસરા બંધ જાહેર કરવામાં આવેલ છે. આ બાબતોને લઈને આગામી સામાન્ય સભા પણ તોફાની બની રહેશે તેવું જણાઈ રહ્યું છે

આ બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બગસરા નગરપાલિકા પોતાની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી ન શકતી હોવાની આ સાબિતી છે જેથી તેમણે બધી વસ્તુઓ ખાનગી સંસ્થાઓને માટેની તૈયારી કરી છે પરંતુ આ સુવિધાઓ યથાવત રહે તે માટે કોંગ્રેસ પૂર્ણ પ્રયત્ન કરશે.

સત્ત્।ા પક્ષના ઉપપ્રમુખ રાજુભાઇ ગીડા દ્વારા પણ જણાવેલ છે કે એજન્ડાના મુદ્દાઓ વિચારણા માટે લેવામાં આવેલ છે આખરે નિર્ણય સામાન્ય સભામાં તમામ સભ્યોના વિચારો જાણ્યા બાદ જ લેવામાં આવશે તેમ જ લોકોની સુવિધાઓ વધે તે માટેના પ્રયત્ન હર હંમેશ શરૂ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું.

(11:00 am IST)