Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

પાટડી ખાતે ચોરાઉ બે એકટીવા સાથે ત્રણ ઇસમો ઝડપાયા

વઢવાણ,તા. ૧૦ : પાટડી, ફુલકી રોડ તરફથી ચોરી કે છળકપટથી મેળવેલ બે એકટીવા મો.સા. સાથે ત્રણ ઇસમો નીકળી પાટડી તરફ જનાર છે. જેથી તાત્કાલીક પોલીસ સ્ટાફના માણસો તપાસમાં રહેતા (૧) દીપકભાઇ અમરસંગભાઇ કુકવાયા ઉવ.૧૯ રહે.સંગપુરા  (ર) આશીકભાઇ શૈલેષજી મારસુણીયા ઉવ.૧૯ રહે.દેત્રોજ, ગેબી ટીંબા, (૩) મેહુલભાઇ શાંતીજી ડાબસરા ઉવ ૨૪ રહે દેત્રોજ, મરૂસણા રોડ,  વાળાઓ (૧) છીકણી કલરનું હોન્ડા કંપનીનું 4G એકટીવા મો.સા. (પોકેટ કોપ એપથી ખરાઇ કરતા સદરહું એકટીવાનોનો રજી. નંબર જી.જે.-૨૭-સીડી-૦૮૭૬) તથા (૨) કાળા કલરનું હોન્ડા કંપનીનું એકટીવા મો.સા. (પોકેટ કોપ એપથી ખરાઇ કરતા સદરહું એકટીવાનોનો રજી. નંબર જી.જે.-૩૮-એડી-૭૧૧૨) સાથે મળી આવતા કરતા છીકણી કલરનું એકટીવા મો.સા. આજથી ૨૦ – ૨૫ દિવસ પહેલા કડી, દેત્રોજ રોડ, નગરપાલીકાના કમલમ પાર્ટી પ્લોટના પાકીંગમાં એકટીવાની ચોરી કરેલ તેમજ કાળા કલરનું એકટીવા મો.સા. આજથી દશ બાર દિવસ પહેલા અમે ત્રણેયે મળી પાટડી, વર્ણીધામના પાકીંગમાં પાર્ક કરેલ એકટીવાની ચોરી કરેલાની કબુલાત આપેલ છે. ( જે અંગે ખરાઇ કરતા પાટડી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૧૦૦૫૨૧૦૫૩૮ ઇ.પી કો. કલમ ૩૭૯ નો અનડીટેકટ ગુનો ડીટેકટ કરેલ છે.) જે એકટીવા નંગ-૨ કી.રૂ.૮૫,૦૦૦/- તથા અંગઝડતીમાંથી મોબાઇલ ફોન નંગ-૩ કી.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ રૂ.૧,૦૦,૦૦૦/- ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી તથા મજકુર ઇરામોને સી.આર.પી. સી.કલમ-૪૧(૧)ડી મુજબ કાર્યવાહી કરી પાટડી પો.સ્ટે સોપી આપી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર એમ.ડી.ચૌધરી પો.સબ.ઇન્સ.  વી.આર જાડેજા એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દીલાવરસિંહ તથા ભુપેન્દ્રભાઇ જીણાભાઇ તથા પો.હેડ કોન્સ. ચમનલાલ જશરાજભાઇ તથા પો.કોન્સ. દીલીપભાઇ ભુપતભાઇ તથા અજયસિંહ વિજયસિંહ તથા અનિરુધ્ધસિંહ ભરતસિંહ તથા સંજયસિંહ ઘનશ્યામસિંહ તથા નિર્મળસિહ મંગળસિંહ એ રીતેની ટીમ દ્વારા ચોમુદામાલ શોધી વાહન ચોરીના ગુનાઓ ડીટેકટ કરેલ છે.

(11:03 am IST)