Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

લીંબડીના બોરાણા ગામે ગોળી મારી પિતાએ પુત્રને ઢાળી દીધો

માતા-પિતાના ઝઘડામાં મહેન્દ્ર વચ્ચે પડયો અને પીતાંબરભાઈએ ફાયરીંગ કરતા ગોળી છાતીમાં ઘૂસી ગઈ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૦: સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે તેવા સંજોગોમાંં ચોરી લૂંટફટ મારામારી ફયરિંગ હત્યા બનાવો સતત વધતા જઈ રહ્યા છે તેવા સંજોગોમાં લીમડી ના બોરાણા ગામે ફયરિંગ સાથે હત્યાનો બનાવ સામે આવ્યો છે તથા પિતા દ્વારા પુત્ર ઉંપર ફયરિંગ કરીને મોતને ઘાટ ઉંતારવામાં આવ્યો છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
મળતી વિગત અનુસાર બોરાણા ગામે મોડી સાંજે પિતા અને માતા વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો તે સમયે પુત્ર આ ઝઘડો શાંત પાડવા માટે વચ્ચે પડતાં પિતા ઉંશ્કેરાય અને ઘરમાં પડેલું ગેરકાયદેસર દેશી હથિયાર સાથે યુવકના છાતીના ભાગે ફયરિંગ કર્યા હતા તેને લઈને પુત્ર મહેન્દ્ર મંદુરિયાણી ને છાતીના ભાગે ગોળી ઘૂસી જતા ઘટનાસ્થળે તેનું ઘરમાં જ મોત નિપજવા પામ્યું હતું.
આ બાબતની જાણકારી લીમડી પોલીસને થતાં પીએસઆઇ સહિતનો કાફ્લો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ મામલાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેવા સંજોગોમાં પિતા પીતામ્બરભાઈ ફ્રાર બન્યા છે ત્યારે આ મામલે લીમડી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્યારે યુવકની ડેડબોડીને લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવી છે ત્યારે સગા પિતાએ પુત્રને મોતને ઘાટ ઉંતારતા સમગ્ર પંથકમાં મામલો ટોક ઓફ્ ધ ટાઉંન બની ચૂક્યો છે અને પરિવારમાં પણ કલ્પાત સર્જાઈ જવા પામ્યો છે ત્યારે આજે વહેલી સવારે લીમડી પોલીસ દ્વારા આ મામલે એફ્આઈઆર દાખલ કરવાની તજવીજ હાથ ધરી અને હત્યારા પિતાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પીતામ્બરભાઈ અને તેમના પત્ની બંને કોઈ કારણોસર ઝઘડી રહ્યા હતા તે સમયે બહારથી આવેલો પુત્ર મહેન્દ્ર માતાને બચાવવા માટે વચ્ચે પડ્યો હતો.
ડોક્ટરની ટીમ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે પ્રાથમિક વિગત માં તેને બે થી ત્રણ ગોળી લાગી હોવાનું બહાર આવ્યું છે ત્યારે પોલીસ દ્વારા આ મામલે તેનું સીટીસ્કેન ડેડબોડીને કરાવી અને પીએમ કરવામાં આવ્યું છે અને બ્લડીંગ થઈ ગયું હોય ફયરિંગ તેનું મોત નિપજવા પામ્યું હોવાનું ખુલવા પામ્યું છે ત્યારે આ મામલે લીમડી પીએસઆઈ ચૌધરી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લીંબડી સિવિલ હોસ્પિટલમાં મોડી સાંજે લોકોના ટોળા ઉંમટી પડ્યા હતા ત્યારે માતા-પિતાની નજર સામેં પુત્ર દેહ છોડી જતા ચકચાર મચી જવા પામ્યો છે. ત્યારે ખુદ પિતા એ જ પુત્ર ઉંપર ફયરિંગ કર્યા હોવાનું પણ માતા દ્વારા જણાવવામાં આવ્યું છે અને હાલમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

(10:49 am IST)