Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ભાવનગરમાં કોરોનાએ સદી વટાવી: શહેરમાં ૯૮ અને ગ્રામ્યમાં ૧૧ કેસ નોંધાયા : કોરોનાના કેસ વધતા લોકોમાં ફફડાટ ફેલાયો

(  વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગરમાં કોરોના એ જેટ ગતિ પકડી છે. અને આજે તો સદી વટાવી દીધી છે. આજે રવિવારે કોરોનાના ૧૦૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં ૯૮ અને ગ્રામ્યમાં ૧૧ મળી આજે ૧૦૯ પોઝિટિવ કેસ નોંધાયા છે.
ભાવનગરમાં કોરોનાએ ગતિ પકડી છે. આજે રવિવારે ભાવનગર શહેરમાં ૯૮ અને ગ્રામ્યમાં ૧૧ કેસ મળી કુલ ૧૦૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાં ૫૪ પુરુષ અને ૪૪ મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે જ્યારે ભાવનગર ગ્રામ્યમાં ૪ મહિલાનો અને ૭ પુરુષનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાના કેસો રોજેરોજ વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે

(8:44 pm IST)