Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

મોરબીના સ્પામાં કામ કરતી મિઝોરમની કુંવારી યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડતા ગર્ભવતી હોવાનું ખુલ્યું

રાજસ્થાનના એક રિસોર્ટમાં અગાઉ નોકરી કરતી હતી જ્યાં બિહારી યુવાન સાથે પ્રેમસંબંધ હતો

મોરબીના સ્પામાં આવેલી મિઝોરમની યુવતીને પેટમાં દુખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી અને અપરણિત યુવતી ગર્ભવતી હોવાનો ખુલાસો થયો છે જોકે યુવતીને અગાઉ એક યુવાન સાથે પ્રેમસંબંધ હોય જેના થકી તે ગર્ભવતી બની હોય અને કોઈ ફરિયાદ નોંધાવી નથી

  બનાવની મળતી માહિતી મુજબ મોરબીના સ્પામાં ચાર દિવસ પૂર્વે જ આવેલી મિઝોરમની યુવતીને પેટમાં દુખાવો શરુ થતા રાજકોટ સારવાર માટે ખસેડાઈ હતી જ્યાં યુવતી ગર્ભવતી હોવાનું ખુલ્યું હતું અને બનાવને પગલે મોરબી સીટી બી ડીવીઝન મહિલા પીએસઆઈ શુક્લા, ઈમ્તિયાઝભાઈ સહિતની ટીમ રાજકોટ હોસ્પિટલ દોડી ગઈ હતી અને યુવતીનું નિવેદન નોંધ્યું હતું જેમાં યુવતીએ જણાવ્યું હતું કે રાજસ્થાનના એક રિસોર્ટમાં અગાઉ તે નોકરી કરતી હોય જ્યાં બિહારી યુવાન સાથે પ્રેમસંબંધ હતો અને તેનાથી તે ગર્ભવતી થયાનું જણાવ્યું હતું જોકે યુવતીની મરજીથી જ સંબંધ બંધાયો હોય અને કોઈ ફરિયાદ નોંધાવવા યુવતીએ ઇનકાર કર્યો હતો

જોકે અપરણિત ગર્ભવતી યુવતીના ગર્ભનો વિકાસ યોગ્ય રીતે થતો ના હોય અને જોખમ હોવાથી ઓપરેશન હાથ ધરાયું હતું અને તેને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે

(1:19 am IST)