Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

જુનાગઢના ખલીલપુર રોડ પર હિટ એન્ડ રન:કારચાલકે 6 લોકો ઠોકરે ચડાવ્યા : ટોળાએ કારને સળગાવી દીધી

ગંગોત્રી નગરમાં રસ્તા પર જતા લોકોને ઘાયલ કર્યા બાદ કાર ચાલક ગાડી મુકીને ફરાર

 

જુનાગઢમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. ખલીલપુર રોડ પર હીટ એન્ડ રનની ઘટનામાં છ લોકોને અડફેટે લીધા હતા. ડસ્ટર કાર ચાલકે બેફામ સ્પીડથી ગાડી ચલાવીને 6 લોકોને અડફેટે લેતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જે પૈકી 2 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનાં ટોળે ટોળા એકત્ર થવા લાગ્યા હતા.

 ગંગોત્રી નગરમાં રસ્તા પર જતા અને લોકોને ઘાયલ કર્યા બાદ કાર ચાલક ગાડી મુકીને ફરાર થઇ ગયો હતો. જો કે ધીરે ધીરે લોકો એકત્રીત થવા લાગ્યા હતા. ટોળુ એકત્ર થવા લાગતા પ્રાથમિક તબક્કે ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી. ત્યાર બાદ ગાડીને ઉંધી પાડી દીધી હતી અને ત્યાર બાગ ઉગ્ર થયેલા ટોળાએ ગાડીને આગ ચાંપી દીધી હતી. જેના પગલે કાર ભડભડ સળગી ઉઠી હતી.
આગ લાગતા સેંકડો લોકો એકત્ર થયા હતા. ઘટનાને પગલે પોલીસ અને ત્યાર બાદ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આગ પર ફાયર દ્વારા કાબુ મેળવવામાં આવ્યો હતો.

(12:18 am IST)