Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

જેતપુરના વેપારીના ક્રેડીટકાર્ડમાંથી ર લાખની ખરીદી કરી છેતરપીંડી

સામેજ મોબાઇલની દુકાન ધરાવતા સાગર નારીયાએ ફરી પાસવર્ડ જનરેટ કરાવી ઠગાઇ કરી

જેતપુર તા.૧૦ : જેતપુરના વેપારીના ક્રેડીટકાર્ડમાંથી સામેજ દુકાન ધરાવતા વેપારીએ ર લાખની બારોબાર ખરીદી કરી છેતરપીંડી કરતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

શહેરના જનતા નગર વિસ્તારમાં રહેતા અને અમરનગર રોડ વિસ્તારમાં જય મહાવીર ટાઇલ્સ નામની દુકાન ધરાવતા સંજયભાઇ દેવરાજભાઇ રામાણીએ આઠેક માસ પહેલા તેની સામે મોબાઇલ દુકાન ધરાવતો સાગર જસમતભાઇ નારીયા (રે. રાયડી જામકંડોરણા) મારફત ક્રેડીટ કાર્ડ લીધેલા સાગરે બન્ને કાર્ડના  પીન નંબર જનરેટ કરાવી આપેલ અને પાસવર્ડ બદલી નાખેલ હતો.

ત્રણેય દિવસ બાદ ફોન આવેલ કે તમારા ક્રેડીટ કાર્ડના વિમા માટે ઓ.ટી.પી. આપો તેથી સાગરને બોલાવી તે નંબર ઉપર પી.ટીપી આપવા ફોન કરતી ફોન ન લાગેલ અને એસ.બી.વાય નું ક્રેડીટકાર્ડ પાંચેક દિવસ બંધ રહેલ તેથી સાગર તે કાર્ડનો ફરી પાસવર્ડ જનરેટ કરાવી ચાલુ કરાવી આપેલ તેના (ર)માસ બાદ એસબીઆઇ બેંકમાંથી ફોન આવેલ કે તમારા ક્રેડીટ કાર્ડ ના વપરાશનું પેમેન્ટ રૂ. ૧.૩૯.૯૬૦ ભરવાનું છે અને ત્યારબાદ આરબીએલ બેંકમાંથી પણ ફોન આવ્યો તેમણે ક્રેડીટકાર્ડના વપરાશનુ બિલ રૂ. ૬ર,૯૯૯.૬૯ ભરવા જણાવેલ તેથી આ વપરાસ કરેલ ન હોવાનું તથે સંજયભાઇએ જણાવેલ ઇ.મેલ આઇડીમાં ચેક કરતા આ તમામ ટ્રાન્જેકશન  કવીક નામની એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લીકેશનથી થયેલ હોવાનું જાણવા મળેલ તેથી બંનેકાર્ડ સ્ટોપ કરાવી દીધેલ હતો.

સંજયભાઇ ક્રેડીટકાર્ડના પાસવર્ડ સહિતની તમામ માહીતી સાગર પાસે હોય તેથી તેણેજ આ ચીટીંગ કરેલ હોવાનું શંકા દર્શાવેલ ઉપરાંત ગત તા .૮/૧ના રોજ વોડાફોન કંપનીમાં કોઇ વ્યકિતએ તેના નંબરથી ફોન કરી મારો મોબાઇલ નંબર બંધ કરાવી દીધેલ તેથી કંપનીમાં પુછતા તેમણે જણાવેલ કે તમારા મો નંબર ઉપરથી સીમબંધ કરાવી દીધેલ કંપનીમાં પુછતા તેમણે જણાવેલ કે તમારા મો.નંબર ઉતરથી સીમ બંધ કરાવાતી રીકવેસ્ટ આવેલ છે.જે નંબર સાગર નારીયાનો હોય સંજયભાઇએ શહેર પોલીસ સાગર નારિયા વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે સાઇબર કાફે અંતર્ગત આઇપીએફ ૪૦૬, ૪ર૦ તથા આઇટી એકટ ૬૬ (સી) ૬૬ (ડી) મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(3:49 pm IST)