Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ભાણવડ નજીકથી ૪ કિલો ગાંજા સાથે આરોપી ઝડપાયો

ખંભાળીયા તા. ૧૦ :.. ગુજરાત રાજયના ડીજીપી શ્રી  શિવાનંદ ઝા ની અન્વયે પોલીસ અધિક્ષક રોહન આનંદ એસઓજીના પોલીસ ઇન્સ્પેકટર જે. એમ. પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી એચ. ડી. હિંગરોજાને અત્રેના જિલ્લામાં નશીલા પદાર્થોનું વેચાણ કરતા ઇસમોની માહિતી મેળવી તેઓન સામે ધોરણોસરની કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ગઇકાલે તા. ૮-૧-ર૦ર૦ ના રોજ પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે. એમ. પટેલ તથા પોલીસ સબ ઇસ્પેકટર શ્રી એચ. ડી. હિંગરોજા અલગ - અલગ બે ટીમો બનાવી અને ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એ. એસ. આઇ. શ્રી વી. એમ. જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ નિલેષભાઇ હાજાભાઇ કારેણાને ખાનગી બાતમીદારો મારફતે ચોકકસ હકિકત મળેલ હોય કે અહીં કાટકોટલા સીમ વિસ્તારમાં જશાપર-સતાપર રોડ ઉપર આવેલ ધારવાળા હનુમાનજી મંદિરના સાધુ કલ્યાણનાથબાપુ પાસે માદક પદાર્થ ગાંજાનો મોટો જથ્થો છે અને અને હાલ તે ચલમમાં ભરી અને હાલમાં પી રહયો છે આમ હકિકત મળતા બન્ને ટીમો ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી જઇ એન. ડી. પી. એસ. એકટ ૧૯૮પ માં જણાવ્યા મુજબ નિયમોનુસાર કાર્યવાહી કરી તુરત જ પંચોને હકિકત અંગેની વિગતવારની સમજ કરી ભાણવડ પોલીસ સ્ટેશનથી રવાના થઇ હકિકત વાળી જગ્યા  કાટકોટલા સીમ વિસ્તારમાં જશાપર-સતાપર રોડ ઉપર આવી રોડની જમણી બાજુએ એક રહેણાંક મકાન સાધુ કલ્યાણનાથ ગુરૂ-શિવનાથ નાથજી ઉ.૪૧ ધંધો સેવાપુજા રહે. હાલ ધારવાળા હનુમાનજીનું મંદિર કાટકોલા સીમ સતાપર રોડ તા. ભાણવડ જિ. દેવભૂમિ દ્વારકા સંસારીક નામ કારાભાઇ  ભીમાભાઇ ખસીયા જાતે કોળી રહે. બિલેશ્વર ધાર ફોદાળા ડેમની પાળ પાસે, તા. રાણાવાવ જિ. પોરબંદર વાળાને નિયમોનુસાર જાણ કરી તેમને મળતા અધિકારીની સમજ કરી પંચો સાથે ઝડતી તપાસ કરતા ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે રાખેલ ગાંજાનો જથ્થો ૪.૪૬૪ કી. ગ્રામ કિ. રૂ. ર૬૭૮૪ મળી આવેલ જેથી મજુકર સાધુ સાધુ કલ્યાણનાથે એનડીપીએસ કલમ ૮ (સી)  ર૦ (બી) મુજબ ગુન્હો કરેલ હોય ભાણવડ પો. સ્ટે. પાર્ટ બી. ગુ. ર. નં. ૧૧૧૮પ૦૦૧ર૦૦૦ર૦/ર૦ર૦ તા. ૯-૧-ર૦ર૦ ના કલાક ૬.૪પ વાગ્યે ગુન્હો જાહેર કરાવેલ છે અને આગળની વધુ તપાસ ભાણવડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

આ કામગીરી એસ. ઓ. જી. દેવભૂમિ દ્વારકાના પોલીસ ઇન્સ્પેકટશ્રી જે. એમ. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેકટશ્રી, એચ. ડી. હિંગરોજા તથ સ્ટાફના એ. એસ. આઇ. શ્રી એમ. વાય. બ્લોચ, ભિખાભાઇ એન. ગાગીયા, વિરેન્દ્રસિંહ એમ. જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ જી. જાડેજા, જીવાભાઇ કે. ગોજીયા, ઇરફાનભાઇ એ. ખીરા, હરપાલસિંહ યુ. જાડેજા, તથા પોલીસ કોન્સ. કિશોરસિંહ બી. જાડેજા, રોહીતભાઇ એન. થાનકી, રાકેશભાાઇ એન. સિધ્ધપુરા રોકાયેલ હતાં.

(1:43 pm IST)