Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

મોરબીમાં દારૂના જથ્થા સાથે અબ્દુલ સુમરા પકડાયોઃએલસીબીનો દરોડો

તસ્વીરમાં પકડાયેલ શખ્સ અને કાર તથા દારૂનો જથ્થો નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ.મોરબી)

મોરબી,તા.૧૦: મોરબી એલ.સી.બી. ટીમે વિશીપરા વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થા, કાર અને મોબાઈલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ મોરબી એલ.સી.બી. પી.આઈ. વી.બી.જાડેજાની સુચનાથી એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નીરવભાઈ મકવાણા અને દશરથસિંહ પરમારને મોરબીના વિશીપરામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડી મોરબીના વિશીપરા વિસ્તાર અમરેલી રોડ પર પસાર થતી મહિન્દ્રા લોગાન જીજે ૧૨ જે ૮૦૫૯ શંકાસ્પદ લાગતા તેને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૯૬ કીમત રૂ.૨૮,૮૦૦, મહિન્દ્રા લોગાન ગાડી કીમત રૂ.૧,૫૦,૦૦૦ અને મોબાઈલ એમ કુલ મુદમાલ કીમત રૂ.૧,૭૯,૩૦૦ સાથે આરોપી અબ્દુલભાઈ સુમારભાઇ સુમરાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી જયારે આરોપી સાજીદ અબ્દુલભાઈ સુમરાનું નામ ખુલતા તેને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ કામગીરીમાં એલસીબી ચંદુભાઈ કાણોતરા, ચંદ્રકાંતભાઈ વામજા, દશરથસિંહ પરમાર, નીરવભાઈ મકવાણા, ભગીરથસિંહ ઝાલા, યોગેશદાન ગઢવી સહિતના સ્ટાફે કરેલ છે.

(12:57 pm IST)