Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

પોરબંદરમાં મિત્રના હાથે મિત્રની હત્યાઃ પૈસાની લેતી દેતીમાં ડખ્ખો

લકડી બંદરમાં વોકિંગ માટે નીકળેલા મિત્ર સાથે માથાકુટ થયેલ : તિક્ષણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી હત્યા

પોરબંદર તા.૧૦ લકડી બંદરમાં મિત્રના હાથે મિત્રની તિક્ષણ હથિયારો વડે હુમલો કરીને હત્યા કરી નાખતા ચકચાર જાગી છે. પૈસાની લેતી દેતીમાં મિત્રની જાન લઇ લીધાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.લકડી બંદરમાં રાત્રીના સમયે કાનજી દામજી હોદ્દાર વોકિંગમાં નીકળ્યા ત્યારે તેના મિત્ર કિશોર જુંગી સામે મળેલ અને અગાઉની પૈસાની લેતી દેતીનું મનદુઃખ રાખીને તિક્ષણ હથિયારો હુમલો કરી નાસી ગયેલ છે. મરનાર મિત્રની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવી છે.કિર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલ છે.

(12:56 pm IST)