Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ઓખા અને બેટ-દ્વારકા વચ્ચે કાર્યરત ફેરી બોટ સર્વિસ ભારે પવનને કારણે આજે બીજા દિવસે પણ બંધ

દ્વારકા તા. ૧૦ :.. ગઇકાલે હવામાન ખરાબ એ ભારે પવનને કારણે સવારે ૮ થી ૧૧ ફેરી સર્વિસ બંધ કરાઇ હતી. નાતાલના વેકેશનની અસર હજુ છે. અને આજે પોષી પુનમ નિમીતે હજારો યાત્રિકો બેટ - દ્વારકા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા જવા ઓખા જેટીએ આવ્યા પરંતુ સુસવાટા મારતો ઠંડો પવન વિલન બન્યો હતો. આજે પવનની ગતિ જોતા બોટ લંગારી શકાય એવી સ્થિતી ન હોવાથી કદાચ સાંજ સુધી બોટો બંધ રહે તેવી શકયતા છે.

(12:53 pm IST)