Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

રાજુલાના ધાતરવાડી -૨ ડેમની કેનાલની કામગીરી તુરંત કરાશેઃ ધારાસભ્ય ડેર

રાજુલા,તા.૧૦: રાજુલા શહેરમાં આવેલ ધાતરવડી -૨ ડેમની ડાબાઙ્ગ કાંઠાની કેનાલ જે આવેલી છે તે દ્યણા વર્ષોથી અમુક કારણોસર થઇ ના હતી, જેમાં ખાસ કરીને ડાબા કાંઠાની કેનાલ તો પાસ થઈ ગઈ હોવા છતાં વર્ષો સુધી તેનું કામ શરૂ થતું ના હતું. જો આ ડાબા કાંઠાની કેનાલનું કામ શરુ થાય તો રાજુલા તાલુકાના ૬ જેટલા ગામો જેવાકે રાજુલા હિડોરાણા છતડિયા વડ ભસાદર ઉચૈયા ગામોને સમાવેશ થાય છે આ કેનાલનો ફાયદો ઈરીગેશન માટે મળે તેમ છે. આ ડાબા કાંઠાની કેનાલ રાજુલા-હિંડોરણા રોડ ઉપર આવેલ હોટલ વૃંદાવન પાસે ક્રોસિંગ કરવાના પ્રોબ્લેમ ના કારણે અટકી પડી હતીે.

જે બાબતની રજૂઆત વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્યશ્રી અંબરીષભાઈ ડેર દ્વારા કરાતા સરકારે ક્રોસિંગ માટે મંજુરી આપી દીધી છે, જેની ટેન્ડર પ્રકિયા પણ થઇ ગઈ છે અને તે કામ ઝડપથી શરૂ થશે અને કામ શરુ થતા ડાબા કાંઠાની કેનાલ પણ ટુક સમયમા શરુ થઇ જશે અને રાજુલા તાલુકાના આશરે ૬ ગામોને ખેતી માટે સારો એવો લાભ મળશે.

આમ રાજુલા-જાફરાબાદ-ખાંભા વિસ્તારના સતત લોકોના હિતને માટે ચિંતિત અને સદાય લોકઉપયોગી એવા ધારાસભ્યશ્રી અંબરીષભાઈ ડેર દ્વારા લોકોના માટેની વિકાસલક્ષી કામગીરીથી હર્ષની લાગણી પ્રસરી જવા પામી છે.

(11:45 am IST)