Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

અમરેલી જિલ્લામાં કાલથી તાલુકા કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ

અમરેલી, તા.૧૦:અમરેલી જિલ્લામાં આવતીકાલ તા.૧૧ જાન્યુઆરીથી રમત ગમત વિભાગ દ્વારા તાલુકા કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ થશે. જેમાં દરેક તાલુકામાં તાલુકા કક્ષાએ કુલ-૧૪ જેટલી કૃતિઓની બે દિવસ સ્પર્ધા યોજવામાં આવશે. જેમાં કુંકાવાવ, બાબરા, ધારી, સાવરકુંડલા, લીલીયા એમ પાંચ તાલુકામાં તા.૧૧ ના રોજ લોકનૃત્ય, ગરબા, રસ, નિબંધ, સુગમ સંગીત, હાર્મોનિયમ અને તબલાની સ્પર્ધા યોજાશે તથા તા. ૧૨ના રોજ ચિત્રકલા, વકતૃત્વ, ભરતનાટ્યમ, લોકગીત/ભજન, સાનૂહગીત, લગ્નગીત, એકપાત્રીય અભિનય એમ સાત કૃતિઓની સ્પર્ધા યોજવામાં આવશે. જેમાં બીજા છ તાલુકામાં અમરેલી, બગસરા, રાજુલા, જાફરાબાદ, ખાંભા અને લાઠી તાલુકામાં તૉં ૧૮ જાન્યુઆરીના લોકનૃત્ય, ગરબા, રસ, નિબંધ, સુગમ સંગીત, હાર્મોનિયમ અને તબલાની સ્પર્ધા યોજાશે અને તૉં ૧૯ જાન્યુઆરીના ચિત્રકલા, વકતૃત્વ, ભરતનાટ્યમ, લોકગીત/ભજન, સાનૂહગીત, લગ્નગીત, એકપાત્રીય અભિનય એમ સાત કૃતિઓની સ્પર્ધા યોજવામાં આવશે.

તમામ કલાકારોએ, સ્કૂલ/સંસ્થાઓએ, કોલેજોએ આ બાબતની નોંધ લેવાની રહેશે. વધુ માહિતી માટે dsoamreli.blogspot.com અથવા જિલ્લા રમત ગમત કચેરીનો રૂબરૂ અથવા ૦૨૭૯૨ ૨૨૩૬૩૦ ઉપર સંપર્ક સાધવાનો રહેશે. આ ઉપરાંત વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ વકતૃત્વ સ્પર્ધાના વિષયો ૨૪ કલાક અગાઉ જે તે તાલુકાના કન્વીનર પાસેથી મેળવી લેવાના રહેશે.

(11:44 am IST)