Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ધોરાજી નગરપાલીકામાં તોડફોડ કરવા બદલ ચાર શખ્સો અને સાત મહિલાઓને કોર્ટે ૬ માસની સજા ફટકારી

ધોરાજી,તા.૧૦: પબ્લિક પ્રોપર્ટી ને દ્યરની જાગીર સમજનારા સામે ધોરાજી કોર્ટે દાખલરૂપ ચુકાદો આપી સજા સાથે દંડ ફટકાર્યો હતો.

વિશેષ પ્રાપ્ત વિગતો પ્રમાણે ધોરાજીમાં વર્ષ ૨૦૧૫ માં જામકંડોરણા રોડ પર આવેલ ગણેશપુરા વિસ્તારમાં પાણીના પ્રશ્ને મહિલાઓ માં ભારે રોષ છવાયો હતો ગણેશપુરા વિસ્તારમાં પીવાનું પાણી નહીં મળતા આ વિસ્તારના મહિલા અને પુરુષો એ તારીખ ૧૬ /૧૦/ ૨૦૧૫ ના રોજ ગણેશપુરા વિસ્તારની મહિલા અને પુરુષો અંદાજે ૫૦ જેટલા વ્યકિતઓને ટોળાંએ નગરપાલિકામાં આવી ઓફિસ માં રહેલ ફર્નિચરમાં તોડફોડ કરી ઈલેકટ્રીક લાઈટ તોડી કચેરીના સરકારી કાગળો ફેંકી દઇ ગેરકાયદેસર ટોળકી રચી પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરતા નગરપાલિકાના હેડ કલાર્કઙ્ગ એ જે તે સમયે તોડફોડ કરનારા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ  કેસ ધોરાજી એડિશનલ ચીફ. જયૂડી. સચિન કુમાર પ્રતાપરાય મહેતા સમક્ષ ચાર વર્ષ અને ચાર મહિના સુધી ચાલ્યો હતો જેમાં સરકારી વકીલ એ ૧૬ જેટલા સાહેદો ને તપાસી બનાવવાળી જગ્યા નગરપાલિકા કચેરીના ફોટોગ્રાફ્સઙ્ગ એફઆઈઆર અને અટક પંચનામુ તેમજ જાહેરનામું તમામ મુદ્દાઓને ધ્યાને લઇ કોર્ટ સમક્ષ દલીલો કરતા શ્રી સચિનકુમાર પ્રતાપરાય મહેતાઙ્ગ એ આરોપી કેશુભાઈ કનુભાઇઙ્ગ તેમજ જીતેન્દ્ર ભાઇ સવજી ભાઇઙ્ગ અને ગીતાબેનઙ્ગ તેમજ અન્ય સાત બહેનો ને તકસીરવારઙ્ગ ઠેરવ્યા હતા અને પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એકટની જોગવાઈ હેઠળ છ મહિનાની સજા તથા તમામ દોષિતોને એક એક હજારનો દંડ ફટકાર્યો હતો.

સામાન્ય રીતે નગરપાલિકાઓ અથવા તો કોર્પોરેશન માં આ પ્રકારની પબ્લિક દ્વારા તોડફોડ સર્જાતી હોય છે લોકોને રોડ રસ્તા લાઈટ તેમજ પાણી જેવી આવશ્યક સવલતો મળતી ન હોવાથી લોકો કાયદાનો ભંગ કરી ઉશ્કેરાઇ જઇ આવેદન આવી પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડતા હોય છે ત્યારે પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા બદલ ધોરાજી કોર્ટે દાખલારૂપ ચુકાદો આપ્યો હતો.

(11:44 am IST)