Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ગ્લીટઝ એન્ડ ગ્લામ દ્વારા ફેશન શોઃ વિશ્વની ૮ અલગ અલગ થીમો પર ૯૦ મોડલોનું રેમ્પવોક

ભાવનગરની નંદકુંવરબા કોલેજમાં

ભાવનગર તા.૧૦ : મહારાજાકૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે ચાલતા ડીપ્લોમા ફેશન ડીઝાઇનીંગ વિભાગ દ્વારા આગામી તા.૧૩ને સોમવારે યશવંતરાય નાટયગૃહ ખાતે ગ્લીટઝ એન્ડ ગ્લેમ શિર્ષક હેઠળ ૪થું ભવ્ય ફેશન શોનુ આયોજન કરેલ છે.

વર્તમાન સમયમાં શિક્ષણની સાથે ટેકનોલોજી અને ઇતરજ્ઞાન હોવુ આવશ્યક છે. પરંતુ વર્તમાન શિક્ષણ પધ્ધતીની આટીઘુંટીના કારણે આજનો વિદ્યાર્થી ઇતર પ્રવૃતિને મહત્વ આપતો નથી. નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા હંમેશા વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ અને તેમાં રહેલી સર્જનાત્મક શકિતને બહાર લાવવાનો હંમેશા પ્રયત્ન કરે છે તેના ભાગરૂપે ફેશન ડીઝાઇનીંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા સ્ટીચ કરાયેલ ડ્રેસીસ ઉપર રેમ્પ વોક મોડલો દ્વારા કરાશે.

આજની યુવા પેઢી પોતાની જાતને અલગ અને સુંદર દેખાવા માટે ખ્યાતનામ ફેશન ડીઝાઇનરોએ તૈયાર કરેલ કપડા પહેરવાનો આગ્રહ રાખે છે.

આજના બદલાતા જતા ભારતમાં ડ્રેસ ડીઝાઇનરની મોટી માંગ વધી છે. આથી નંદકુંવરબા મહિલા કોલેજમા ફેશન ડીઝાઇનીંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને અભ્યાસની સાથે ડ્રેસ ડીઝાઇનરની તાલીમ પણ અપાઇ હતી અને તેના ભાગરૂપે આ ફેશન શોમાં તેમના દ્વારા સ્ટીચ કરેલ ડ્રેસીસ પર રેમ્પ વોક કરશે.

આ ફેશનશોમાં સાડી, મધર ડોટર, રેટરો, કોન્ટન્ટ, બેબીગર્લ, ઇવનીંગ ગાઉન, ફેબ્રીક પ્રિન્ટ એમ્રોડરી, બ્રાઇડલ જેવી અલગ અલગ ૮ થીમ ઉપર ૯૦ મોડલ રેમ્પવોક કરશે.

આ ફેશન શોમાં મુખ્ય મહેમાન તરીકે મિસ નિકિતા કુમાન (યુનિ.એન્ડ ગુજરાત) અને મિસ.પ્રિયલ પટેલ ટાઇટલ ઓફ ભાવનગર નિરજા પટેલ અને માનુની વ્યાસ ફેશન ડીઝાઇનીંગ તથા ભાવનગર રેન્જના ડીઆઇજીના ધર્મપત્ની વીણાબેન યાદવ, ભાવનગર ડીડીઓના ધર્મપત્ની નુપુરબેન બરનવાલ, જોઇન્ટ કમિ.ના ધર્મપત્ની સિંદેબેન મંજુનાથ વિશેષ ઉપસ્થિત રહેશે.

(11:42 am IST)