Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ઉનામાં શિવમહાપુરાણ કથાની પુર્ણાહુતિ

ઉના : સુર્યમુખી હનુમાન મંદિરના સંકુલમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ નવ દિવસનો યોજાઇ હતી. વ્યાસપીઠ ઉપર પ.પૂ. શાસ્ત્રી જગન્નાથભાઇ ભટ્ટ ઉમેદપરાવાળા બિરાજી શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ સરળ શૈલીમાં સંગીતમય રીતે રસપાન કરાવ્યું હતું. કથાના દિવસ દરમ્યાન શિવવિવાહ, ગણપતિ જન્મ પ્રાગટય ઉત્સવ, બાર જયોતિલીંગ પૂજન વિગેરે ઉત્સવો ધામધુમ પૂર્વક ઉજવાયા હતાં. આ કથામાં પધારેલ ધંુધવાણા મહાકાલી આશ્રમના સંત બાલક્રિષ્ન બાપુ, સોનેરી હનુમાન કોદીયાના બાદલગીરીબાપુ તેમજ અન્ય વિવિધ મંદિરો તથા આશ્રમના સંતોનું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. કથાનું આયોજન કરવા બદલ સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનોએ કથાના વકતા જગન્નાથભાઇ ભટ્ટ તેમજ મંદિરના પૂજારી મહેશભાઇ જોષીનું સન્માન કર્યું હતું તેમજ મુખ્ય પોથી યજમાન કમલેશભાઇ દુર્લભદાસ નિમાવતનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. અંતિમ દિવસે મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં ભાઇઓ બહેનો લાભ લીધો હતો. આ કથામાં સહકાર આપનાર તમામ દાતાશ્રીઓ વહીવટી તંત્રના અધિકારીગણ, તથા સેવા આપનાર સ્વયંસેવક કાર્યકરો મંદિરના સેવકગણોનો , મંદિરના પૂજારી મહેશભાઇ જોષી તથા નવીનભાઇ જોશીએ આભાર માનેલ હતું. કથાની પૂર્ણાહુતિની તસ્વીરો.

(11:41 am IST)